- જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં જ ભ્રષ્ટાચાર
- રોડના કામમાં અંદાજીત 42 લાખનો ભ્રષ્ટાચાર
- ત્રણ મહિનામાં 3 વર્ષની ગેરંટી વાળો રોડ તૂટી ગયો
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના નવા ચૂંટાયેલા પંચાયત સભ્ય ભુપત બોદરની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે એક સપ્તાહ પહેલાં જ તેમને પોતાનો કાર્યભાર સાંભળ્યો છે. કાર્યકાળ સાંભળતાની સાથે જ તેમણે જિલ્લા પંચાયત બિલ્ડીંગ નિર્માણ દરમિયાન અને રોડ રસ્તા બાબતે થયેલા ભ્રષ્ટચારને ઉજાગર કર્યું હતું. જ્યારે આ કામના બિલ પણ જિલ્લા પંચાયતમાં પાસ કરવામા આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે આ કામમાં સંડોવાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:તાલાળા તાલુકા પંચાયતમાં 40 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર, ધારાસભ્ય ભગવાન બારડે કરી ફરિયાદ
રૂ.42 લાખનો ભ્રષ્ટચાર થયાનો આક્ષેપ
પ્રમુખ ભૂપત બોદર દ્વારા જિલ્લા પંચાયત બિલ્ડીંગના બાંધકામમાં અને રોડ રસ્તાઓ મામલે મોટો ભ્રષ્ટચાર કરવામાં આવ્યાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ કામમાં અંદાજીત 42 લાખનો ભ્રષ્ટાચાર થયાનું જાહેર કર્યું છે. જિલ્લા પંચાયતની મુખ્ય બિલ્ડીંગના બાંધકામ દરમિયાન અને રોડ રસ્તાઓના નિર્માણ દરમિયાન આ મોટો ભ્રષ્ટચાર કરવામાં આવ્યો છે. જ્યારે રોડના નિર્માણના હજુ માત્ર ત્રણ મહિના જ થયા છે, ત્યારે ત્રણ મહિનામાં 3 વર્ષની ગેરંટી વાળો રોડ તૂટી ગયો છે.
આ પણ વાંચો:ભેંસાવહી પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ