- રાજકોટમાં કોરોના વેક્સિનેશન પૂરજોશમાં
- મનપા અધિકારીએ પોતે જ આપી પત્નીને વેક્સિન
- આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડે પત્નીને આપી વેક્સિન
રાજકોટઃ હાલ દેશમાં કોરોનાની વેક્સિન આપવાની કાર્યવાહી શરૂ છે. ત્યારે ગુજરાતમાં પણ અલગ-અલગ શહેરોમાં પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ ત્યારબાદ હવે જે મોટી વયના છે તેમજ ગંભીર બીમારીઓ ધરાવતા લોકોને કોરોનાની વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ હાલ અલગ-અલગ કેન્દ્ર ઉપર અને હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં 50 વર્ષથી વધુના વયના સિનિયર સિટીઝન તેમજ ગંભીર બીમારીઓ ધરાવતા લોકોને આપવામાં આવી રહી છે. જેને લઈને આજે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે પોતાની પત્ની પલ્લવી રાઠોડને પોતે જ કોરોનાની વેક્સિન આપી હતી.
આ પણ વાંચોઃ રાજકોટ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનનો નવો ડોઝ આપવામાં આવ્યો
- વેક્સીનની હજુ સુધી કોઈ આડઅસર નહીં
1 માર્ચથી રાજકોટ શહેરના વડીલોના કોરોના વેકસિનેશન કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેમાં શહેરના સિનિયર સિટિઝનોને વેકસિનેશન કામગીરીમાં પલ્લવી પંકજ રાઠોડે નિસ્વાર્થભાવે અનન્ય શહેરીજન તરીકે ફરજ બજાવી છે. તેમજ 237 જેટલા સિનિયર સિટિઝનોને કોરોના વેકસિનેશન માટે રજિસ્ટ્રેશન, વેકસિનેશન સ્થળ તથા સ્થળ પર પહોંચવામાં માર્ગદર્શન તથા જાતે સાથે આવી વેકસિનેશન અંગે ગેરસમજ દૂર કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરાવી વેકસિનેશન કરાવી સુરક્ષિત કરાવ્યાં છે.
- આજે 2500થી વધુ લોકોએ લીધી વેક્સીન
રાજકોટ શહેરમાં હાલ કુલ 38 જેટલી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.જેમાં આજે તા.09/03/2021ના રોજ 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો એમ કુલ 38 હોસ્પિટલોમાં કોરોના વેકસિનેશનમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં 148, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં 279, 60 વર્ષથી મોટી ઉંમરના 1901 અને 45 થી 59 વર્ષના કોમોર્બિડિટી ધરાવતા 236 લોકો સહિત કુલ 2564 નાગરિકોએ કોરોનાની વેક્સિન લીધી હતી.
આ પણ વાંચોઃ સગર્ભાવસ્થા સાથે વેક્સિનેટરની ભુમિકા અદા કરતા રાજકોટના નર્સ હેતલબેન માકડીયા