ETV Bharat / city

રાજકોટમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો - રાજકોટ

સોમવારે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ (Rajkot City BJP Snehmilan) યોજાયો હતો. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former Chief Minister Vijay Rupani) સહિત રાજકોટના સાંસદ અને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન અચાનક સ્ટેજ પર બેસેલા વિજયભાઈ ધારાસભ્ય ગોવિંદ પટેલને (MLA Govind Patel) આક્રમક રીતે કંઈક કહેતા નજરે પડ્યા હતા.

Former Chief Minister Vijay Rupani
Former Chief Minister Vijay Rupani
author img

By

Published : Nov 17, 2021, 2:30 PM IST

  • રાજકોટ ભાજપના સ્નેહ મિલનમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો
  • કાર્યક્રમમાં વિજય રૂપાણી, ગોવિંદ પટેલને આક્રમક રીતે કંઈક કહેતા નજરે પડ્યા
  • ઘટના જોઈને સાંસદ મોકરિયા પણ સ્ટેજ પર આવી ગયા

રાજકોટઃ શહેર ભાજપનો આંતરિક જૂથવાદ હવે જગજાહેર થયો છે. બે દિવસ પહેલા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ (Rajkot City BJP Snehmilan) યોજાયો હતો. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former Chief Minister Vijay Rupani) સહિત રાજકોટના સાંસદ અને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન અચાનક સ્ટેજ પર બેસેલા વિજયભાઈ ધારાસભ્ય ગોવિંદ પટેલને (MLA Govind Patel) આક્રમક રીતે કંઈક કહેતા નજરે પડ્યા હતા.

રાજકોટમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો

આ સમગ્ર ઘટના સ્ટેજ ઉપર બની

આ ઘટના જોઈને બાજુમાં જ બેસેલા રાજ્યસભાના સાંસદ મોકરિયા (MP Ram Mokria) પણ આવી ગયા હતા. જોકે વિજયભાઈએ મોકરિયાને તેમની જગ્યાએ બેસી જવાનું કહ્યું હતું. આ સમગ્ર ઘટના સ્ટેજ ઉપર બની હતી અને મીડિયાની પણ હાજરી હતી. એવામાં ધારાસભ્ય ગોવિંદ પટેલને (MLA Govind Patel) વિજયભાઈ (Former Chief Minister Vijay Rupani) દ્વારા આક્રમક રીતે ખખડાવવામાં પણ આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કાર્યક્રમમાં રૂપાણીના સમર્થકોની બાદબાકી

આ સમગ્ર ઘટના એવી છે કે, આગામી 20મીએ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા જનસંઘથી ભાજપ નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ વિશેષરૂપે ઉપસ્થિત રહેવાના હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના (Former Chief Minister Vijay Rupani) સમર્થકોની બાદબાકી કરાઇ હતી હોવાની વાત સામે આવી હતી. જે કાર્યક્રમને લઇને વિજય રૂપાણી શહેર ભજોના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ (MLA Govind Patel) સામે આક્રમકતા દર્શાવવામાં આવી હતી. એવામાં આ ઘટનામાં સાંસદ રામ મોકરિયા પણ કૂદી પડ્યા હતા. જેમને વિજયભાઈએ બેસી જવા માટે કહ્યું હતું. આ સમગ્ર ઘટના ભાજપના સ્નેહમિલનના (Rajkot City BJP Snehmilan) કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર બની હતી. જેને અહીં હાજર તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ રૂબરૂ જોઈ હતી.

આ પણ વાંચો: CMની ઉપસ્થિતિમાં યોજાશે કેબિનેટ બેઠક, ઈંડાની લારીઓ હટાવવા સહિતના મુદ્દે થશે ચર્ચા

સી.આર.પાટીલ નહિ રહે કાર્યક્રમમાં ઉપસ્થિત

આગામી 20 તારીખના રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં જનસંઘથી ભાજપ કાર્યક્રમ યોજાનાર હતો. આ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે 15 તારીખના રોજ યોજાયેલા શહેર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં વિજય રૂપાણીનું આક્રમક સ્વરૂપ જોવા મળતા આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. તેમજ આ ઘટનાના કારણે ભાજપનો આંતરિક જૂથવાદ ખૂલીને બહાર આવ્યો હોવાનું પણ કાર્યકર્તાઓ માની રહ્યા છે. આગામી 20 તારીખે યોજાનાર ભાજપ કાર્યક્રમમાં સી.આર.પાટીલ ઉપસ્થિત નહી રહે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે. સી.આર.પાટીલનો આ કાર્યક્રમ રદ્દ થવાનું કારણ શહેર ભાજપના આંતરિક જૂથવાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના રમખાણો દરમિયાન રાજકીય વર્ગ, નોકરશાહી અને અન્યો વચ્ચે 'મજબૂત મિલીભગત' રહી : ઝાકિયા

કાર્ડ પર કોના નામ લખવા તે પ્રદેશની સૂચનાથી થાય: ગોવિંદ પટેલ

ગોવિંદ પટેલે (MLA Govind Patel) જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પ્રદેશ કક્ષાએથી રદ થયો છે અને કાર્યક્રમને લઇને કાર્ડ ઉપર કોના નામ લખવા કોના નામ ન લખવા, તેમજ સ્ટેજ ઉપર ક્યાં નેતાઓને બેસાડવા તે તમામ બાબતો પ્રદેશ કક્ષાએથી નક્કી કરવામાં આવતી હોય છે. જ્યારે 20મીએ સી.આર.પાટીલના ચાર કાર્યક્રમ યોજાનાર છે. જેમાંથી એક કાર્યક્રમ માત્ર થયો છે. જ્યારે બ્રહ્મ સમાજ અને ઉદ્યોગકારો સાથેની બેઠકનો કાર્યક્રમ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જોકે 20મીએ યોજાનાર જનસંઘથી ભાજપ કાર્યક્રમમાં રદ થતાં ભાજપના આંતરિક વર્તુળમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે.

રૂપાણી સરકારના રાજીનામાં બાદ રામ મોકરિયા સક્રિય

રૂપાણી સરકારના રાજીનામાં બાદ એકાએક રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સક્રિય થયા છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવેલા વિવિધ ભ્રષ્ટાચાર મુદ્દે પ્રદેશ કક્ષાએ પણ આ કૌભાંડ અંગેની ફરિયાદ મોકરિયાએ કરી હતી. આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં મોકરિયાએ (MP Ram Mokria) જણાવ્યું હતું કે, શિક્ષણ ધામમાં આ પ્રકારની ગેરરીતિ ન ચલાવી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં યોજાનાર સેનેટ સભ્યની ચૂંટણીમાં પણ પ્રદેશ કક્ષાએનો રિપીટ થિયરી અપનાવે તેવી રજૂઆત પણ મોકરિયા કરશે તેમ તેમણે જણાવ્યું હતું. રૂપાણી સાથેના વિવાદ બાદ અચાનક શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મોકરિયાને ઓફિસ ફાળવવામાં આવી છે. જેને લઇને ફરી એક વખત ચર્ચાનો દોર શરૂ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.