- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- ભાજપે પોતાના ઉમેદવાર કર્યા જાહેર
- ઉમેદવાર જાહેર થવાથી કાર્યાલયમાં ગાળાગાળીનો દ્રશ્યો
રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. જેમાં 60 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે 12 જેટલા પૂર્વ કોર્પોરેટરને પણ રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ ભાજપનું ઉમેદવારોનું લીસ્ટ જાહેર થતાં ઘણી જગ્યાએ ઉદાશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ભાજપ કાર્યાલય ઠોસ સમય માટે ગાળાગાળીના દ્રશ્યો પણ સર્જાયાં હતા.
મોટાભાગના શિક્ષિત ઉમેદવારોને અપાયું સ્થાન
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ગુરુવારે વિધિવત રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોટાભાગના નવા ઉમેદવારોની સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં, 5 ડૉક્ટર, 2 phd, 2 LLB, 1 પ્રોફેસર, 1 એન્જીનીયર, 3 માસ્ટર અને 4 MA કરેલા ઉમેદવારો સામેલ છે. જેને લઇને હવે કહી શકાય છે કે, ભાજપમાં ઉમેદવારોનો દબદબો જોવા મળશે.
શહેર કાર્યાલયે જોવા મળ્યા ગાળાગાળીના દ્રશ્યો
ભાજપ દ્વારા 60 જેટલા નવા ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને શહેર ભાજપના કાર્યાલય ખાતે ગાળાગાળીના દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાબતે વોર્ડ નંબર 14ના પ્રમુખે રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સાથે જ ભાજપના સ્થાનિક નેતા અનીશ જોષી પાર્ટીના નિર્ણયથી નારાજ જોવા મળ્યા હતા અને ભાજપ કાર્યાલય છોડીને ઘરે જતા રહ્યા હતાય આ સમયે કાર્યાલયમાં ગાળાગાળીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.