ETV Bharat / city

AAP Parivartan Yatra: શું ભાજપે ખરેખર નેતાઓને ધમકાવીને રાખ્યા છે, AAPએ કર્યા ગંભીર આક્ષેપ - Aam Aadmi Party Parivartan Yatra

રાજકોટના ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા પરિવર્તન યાત્રા (AAP Parivartan Yatra) ઉપલેટા પહોંચી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi Attacked BJP) ભાજપ પર અતિ આકરા પ્રહાર કર્યા હતા. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સી.આર. પાટીલની રેલીમાં હાજર ન રહ્યા તેમાં તેમની 500 કરોડની ફાઈલ ભાજપે ખોલી...

AAP Parivartan Yatra: શું ભાજપે ખરેખર નેતાઓને ધમકાવીને રાખ્યા છે, AAPએ કર્યા ગંભીર આક્ષેપ

author img

By

Published : May 21, 2022, 10:45 AM IST

રાજકોટ : વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ જોરદાર બળ કરી રહ્યાં છે, ત્યારે રાજકોટના ઉપલેટામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા (AAP Parivartan Yatra) યોજાય હતી. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પરિવર્તન યાત્રા 15 તારીખથી 6 જગ્યાઓ પરથી યાત્રા શરૂ (Rajkot AAP Parivartan Yatra) કરવામાં આવી છે જે 182 વિધાનસભામાં ફરશે. જેમાં શહેર અને ગ્રામ્યમાં ફરશે અને અંતમાં છેલ્લે આગામી 5 જુન આસપાસ ગાંધીનગર અથવા તેમના નજીકના વિસ્તારમાં પહોંચશે તેવું જણાવ્યું હતું.

પરિવર્તન યાત્રા રેલીમાં ભાજપ પર આકરા પ્રહાર ઈશુદાન ગઢવીના

લોકોની પીડા સાંભળવા રેલીનું આયોજન - ઉપલેટામાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં લોકો મોંઘવારીથી પીડાય રહ્યા છે, બેરોજગાર યુવાનો પીડાઈ રહ્યા છે, નાના તેમજ સફાઈ કર્મચારીઓ પીડાઈ રહ્યા છે, ત્યારે આ તમામની પીડાઓ સંભાળવા અને તેમની પીડાઓ સંભાળવા માટે આ યાત્રા કાઢી હોવાનું જણાવ્યું છે. આ સાથે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકોએ 27 વર્ષ ભાજપને સત્તા આપી છે જેમાં હાલ 6000 શાળાઓ બંધ કરી છે. તેમ ભવિષ્યમાં પણ વધારે શાળાઓ બંધ કરશે તેવા પ્રહાર સાથે જણાવ્યું હતું, કોંગ્રેસે પણ 32 વર્ષ રાજ કર્યું ત્યારે પણ કોઈ સુધારો નથી જોવા મળ્યો, જયારે આમ આદમી પાર્ટી (Upleta in Parivartan Yatra) લોકોને ગેરંટી કાર્ડ આપે છે.

આ પણ વાંચો : Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે

ચૂંટણીને લઈને કરંટ - ઈશુદાને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દિલ્લીની રાજનીતિ લોકો જુએ છે અને પંજાબમાં પણ શરૂ થયું છે. આ કાર્ય જોઈને હાલ પૂર્વ સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયતના પૂર્ણ સદસ્યો હાલ બહોળી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. હાલ ચૂંટણીના 6 માસ બાકી છે, ત્યારે વર્તમાન સમયમાં જે કરંટ જોવા મળ્યો છે તેવો કરંત તેમને પોતાની 16 વર્ષની કારકિર્દીમાં નથી જોયો. એક સમયે વર્ષ 2014માં (Isudan Gadhvi Attacked BJP) આવો કરંટ જોવા મળ્યો હતો.

કોંગ્રેસ હાલ ખતમ થઇ રહી છે - ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાલ (Isudan Gadhvi Parivartan Yatra) ખતમ થઇ રહી છે. લોકો કોઈ ગંભીર લેતા નથી જેના કારણે લોકો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાઓ આપી રહ્યા છે. જેથી આવનારા સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર થવાની છે. આ સાથે તેમને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે “ભાજપ એ ગુંડાઓની, લફંગાઓની, દબંગાઓ તેમજ દંગા કરનારાઓની, ભ્રષ્ટાચાર કરનારાઓની પાર્ટી છે”. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના વખાણ કરતા તેમને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ઈમાનદાર, કટ્ટર દેશપ્રેમ અને ઈન્સાનિયત વાળાની પાર્ટી છે. આમ આદમી ખાસ આદમીને એટલે કે ભાજપને હરાવશે” આ ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કોઈ એક વ્યક્તિનું નહિ ચાલે તેવું જણાવ્યું હતું.

ક્યાં મુદ્દાઓ પર આપ ચૂંટણી લાશે? - આમ આદમી પાર્ટી આવનારી ચુંટણી ખેડૂતો, આરોગ્ય, શિક્ષણ, બેરોજગાર, મહિલા સુરક્ષા, મહિલાઓને વધુ ઉવીધાઓ, નાના ગરીબ બાળકો, સફાઈ કર્મચારીઓ સહિતના મુદ્દાઓને લઈને ચૂંટણી લડવામાં આવશે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઈ જ્ઞાતિના કેટલા લોકો છે એ મુજબ હોદેદારો બનાવ્યા છે. આ સાથે તેમને આઉટસોર્સ કર્મચારીઓ, ખેડૂત સમાજ, વ્યાપારી સમાજ, બેરોજગાર યુવાન સહિતનાઓ માટે શું કરી (Aam Aadmi Party Parivartan Yatra) શકે તે પ્રકારના આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમિત શાહના રિમોટ કંટ્રોલ

આપ ગુજરાતની કેટલી વિધાનસભાની સીટો આવશે? - ઈશુદાને વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારો 182 બેઠકો પરથી ચૂંટણી લડશે. લોકો નક્કી કરશે કે આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો આપવી જોઈએ. અમને વિશ્વાસ છે કે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું. આ સાથે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે “અમે ભાજપની જેમ હવામાં ગોળા નહિ મારવી” કે અમારી 182 માંથી 182 આવે, ભાજપ કદાચ 183 પણ લાવે જેમાં એક બેઠક ગમે ત્યાંથી નવી શોધીને પણ લઇ આવે તેવા કટાક્ષ કર્યો હતા.

ભાજપમાં પણ કેટલાક નેતોઓ નારાજ છે -ઈશુદાન ગઢવીએ કહ્યું કે, જ્યારે કોઈ પ્રધાન કે (AAP attack on BJP) પૂર્વ પ્રધાન કહે કે રાજીનામું આપવું છે ત્યારે તેમના નામની ફાઈલ ખુલે છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કે જેઓ પાંચ વર્ષ મુખ્યપ્રધાન રહ્યા, ત્યારે તેઓ સી.આર. પાટીલની રેલીમાં હાજર ના રહ્યા તેમની 500 કરોડની ફાઈલ ભાજપે ખોલી તેવું જણાવ્યું હતું. આ પાર્ટી માજી બુટલેગરોની પાર્ટી છે, લફંગાઓની પાર્ટી છે, ગુંડાઓની પાર્ટી છે ભાજપ બધાને ડરાવી, ધમકાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.