- જિલ્લામાં કમોસમી વરસાદ
- વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
- લોકોને ગરમીમાંથી રાહત મળી
રાજકોટઃ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં ગુરુવારે બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સમી સાંજે 5 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેથી શહેરના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. બપોર સુધી ભયંકર તાપ જોવા મળ્યો હતો અને બપોર બાદ અચાનક વાતાવરણમા પલટો આવતા મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. ત્યારે શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આથી રાજમાર્ગો ભીંજાયા હતા. શહેરના કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ, માધાપર ચોક, મોરબી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
![રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-04-vatavarn-maa-palto-av-gk10061_29042021175211_2904f_1619698931_10.jpg)
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ
જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ વરસતા લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. હાલ ઉનાળુ પાક તલ, મગ, અડદ, બાજરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.
આ પણ વાંચોઃડાંગમાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ