ETV Bharat / city

અષાઢી બીજના શુકન : સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજાની સવારી, ક્યાં કેટલો વરસાદ વરસ્યો જૂઓ - Rain on Ashadhi Bij

અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રના (Rainfall in Saurashtra) માર્ગ પર મેઘરાજા સવારી કરવા નીકળ્યા હતા. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં અંદાજે અડધાથી 5 ઇંચ વરસાદ 10 તાલુકામાં (Rain in Rajkot) નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વાહન - વ્યવહાર પણ ખોરવાયો હતો. ત્યારે જૂઓ ક્યાં કેટલો (Rain in Gujarat) વરસાદ વરસ્યો છે.

Rain IN Sauratra
Rain IN Sauratra
author img

By

Published : Jul 2, 2022, 9:49 AM IST

Updated : Jul 2, 2022, 12:02 PM IST

રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના (Ashadhi Bij 2022) દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધી અડધાથી 5 ઇંચ સુધી વરસાદ 10 તાલુકામાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં નોંધાયો છે, જ્યારે એક માત્ર વિછીયા તાલુકામાં વરસાદ વરસ્યો જ નથી. રાજકોટ શહેરમાં માત્ર એક ઇંચ વરસાદથી પોપટપરાનું નાળુ જળબંબાકાર થયું છે. તો બીજી તરફ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોંડલની નાની બજારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે.

ગોંડલમાં વરસાદ - ગોંડલના ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાતા (Rainfall in Saurashtra) બોલેરો કાર અને પેસેન્જર રિક્ષા ફસાઈ હતી. ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન-વ્યહાર ખોરવાયો છે. ગોઠણડૂબ પાણી ભરાતા પુલની બન્ને બાજુ ટ્રાફિક જામ થયો છે. ગોંડલની ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાશ બાગ અને નાની બજાર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. ભારે વરસાદથી ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા છે. અને ગોંડલના કોલીથડમાં ધોધમાર વરસાદથી નદી બે કાંઠે થઈ હતી. ગામની મધ્યમાંથી પસાર થતી નદીમાં ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું છે.

સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજા સવારીની

આ પણ વાંચો : સ્થળ ત્યાં જળ: 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર

વીરપુરમાં વરસાદની સારી એન્ટ્રી - યાત્રાધામ વીરપુરમાં સવારથી જ અસહ્ય ગરમી (Rain in Gujarat) બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 3 વાગ્યાની આસપાસ મેઘરાજાએ જાણે અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદને લઈને વીરપુરના રોડ-રસ્તાઓ પાણી પાણી થયા હતા. જ્યારે ધોધમાર વરસાદને લઈને બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે વીરપુરની તેલહોકરી, મોટાપુલ સહિતના નાળાઓમાં ઘોડાપૂરની માફક પાણી વહ્યું હતું. જેઠાબાપાના મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો.

અષાઢી બીજનું શુકન - ચાર દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં અષાઢી બીજનું શુકન મેઘરાજાએ (Rain in Rajkot) સાચવ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના માધાપર, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગોંડલ અને યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સવારના 6થી બપોરના 3.30 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં એક ઇંચ, ઇસ્ટ ઝોનમાં 15 મીમી અને વેસ્ટ ઝોનમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પોપટપરાના નાળામાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે.

સૌરાષ્ટ્ર પંથક મેઘરાજા મહેરબાન
સૌરાષ્ટ્ર પંથક મેઘરાજા મહેરબાન

આ પણ વાંચો : Rain Gauge Machine : કોર્પોરેશને મૂકેલા રેઇન ગેજ મશીન શું છે અને કયું કામ કરશે તે જાણો

વાવણી લાયક વરસાદ - જેતપુર, ધોરાજી અને જામકંડોરણામાં સાંજના 4 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. વાવણી બાદ સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ અષાઢી બીજ હોવાથી મેઘરાજાએ મુહૂર્ત સાચવતા લોકોમાં ખુશીનો માહોલ છે. જસદણના આટકોટમાં પાંચ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. આથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. વાવણી લાયક (Rainfall update in Gujarat) વરસાદ પછી મેઘરાજાએ પધરામણી ન કરતા પાક સુકાવા લાગ્યા હતા. પરંતુ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને બાળકો ન્હાવાની મજા લીધી હતી.

જગન્નાથ સાથે મેધરાજા - અષાઢી બીજના પાવન દિવસે ભગવાન (Rainfall Meteorological Department Forecast) જગન્નાથ શહેરીજનોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા છે, ને બીજી તરફ મેઘરાજા પણ તેમના સાક્ષી બની આજે શહેરમાં વરસી રહ્યા છે. આજે સવારથી ધૂપછાંવ વાતાવરણ વચ્ચે બપોરના સમયે શહેરના માધાપર, મનહરપુર, ઘંટેશ્વર, જામનગર રોડ, કોટેચા ચોક, રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે.

અષાઢી બીજના શુકન
અષાઢી બીજના શુકન

ખેડૂતોમાં ખુશીની લાગણી - રાજકોટના લોધિકા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા, સરધાર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.યાત્રાધામ વીરપુરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોએ વાવેતર કરેલા પાક પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ ગોંડલ પંથકમાં પણ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. ગોંડલના દેરડી અને કોલીથડ ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે.

ક્યાં કેટલો વરસાદ - રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર (Rain on Ashadhi Bij) વિસ્તારમાં આગામી 5 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આજે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ગત રવિવારે રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પવનને કારણે શહેરમાં 42 વૃક્ષો ધરાશાયી થયા હતા. 10 તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ - ઉપલેટા 06 mm, કોટડા સાંગાણી - 16 mm, ગોંડલ - 78 mm, જેતપુર - 50 mm, જસદણ - 07 mm, જામકંડોરણા - 37 mm, ધોરાજી - 39 mm, પડધરી - 02 mm, રાજકોટ શહેર - 40 mm, લોધીકા - 115 mm અને વિંછીયા - 00 mm નોંધાયો છે.

Last Updated : Jul 2, 2022, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.