ETV Bharat / city

Promotion of vaccination in Rajkot : રાજકોટમાં વેક્સીનનો બીજો ડોઝ લેનાર નાગરિકો માટે લક્કી ડ્રો યોજાયો,વિજેતાને સ્માર્ટફોન અપાયો - People taking the second dose of the vaccine

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન( Promotion of vaccination in Rajkot )મળે તે માટે તા. 04-12-2021 થી તા 10-12-2021 સમયગાળા દરમ્યાન વેક્સીનનો બીજો ડોઝ લેનારા લોકો( People taking the second dose of the vaccine)માટે રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation ) દ્વારા રૂ.50 હજાર સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રોથી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે. મનપા દ્વારા આજે કોમ્પુટરરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. જેના લક્કી ડ્રોમાં મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયું હતું. જ્યારે સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયું હતું.

Promotion of vaccination in Rajkot : રાજકોટમાં વેક્સીનનો બીજો ડોઝ લેનાર નાગરિકો માટે લક્કી ડ્રો યોજાયો,વિજેતાને સ્માર્ટફોન અપાયો

author img

By

Published : Dec 16, 2021, 8:03 PM IST

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન( Promotion of vaccination in Rajkot ) મળે તે માટે તા. 04-12-2021 થી તા 10-12-2021 સમયગાળા દરમ્યાન વેક્સીનનો બીજો ડોઝ લેનારા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.50 હજાર સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રોથી(Rajkot Smartphone Mobile Lucky Draw ) વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે. તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21 હજારનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તેમ જાહેર કરવામાં આવેલ જે અનુંસધાને આજે મનપાના પદાધિકારીઓ દ્વારા ડ્રો યોજવામાં આવ્યો હતો.

લાભાર્થીને રૂ.50 હજારનો સ્માર્ટ ફોન આપવામાં આવ્યો

મનપા (Rajkot Municipal Corporation )દ્વારા આજે કોમ્પુટરરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. જેના લક્કી ડ્રોમાં મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયું હતું. જ્યારે સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયું હતું. ત્યારે લકકી ડ્રો અનુંસધાને વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટ ફોન (ઈલેવન એપલ)આપવામાં આવ્યો હતો. તેમજ સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને રૂ.21 હજારનું રોકડ પુરુષ્કાર પણ આપવામાં આવ્યું હતું.

કપડાં વેંચતા ફેરિયાનું નામ ડ્રોમાં ખુલ્યું

સ્માર્ટ ફોનના લાભાર્થી મનુભાઈ તેમના પરિવાર સાથે મનપા કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ એરપોર્ટ પાસેના અમરજીત નગરમાં રહે છે અને કપડાની ફેરીનો વ્યવસાય કરે છે. જ્યારે તમામ પદાધિકારીઓએ મનુભાઈને શુભેચ્છા પાઠવી હતી અને તેમના વિસ્તારમાં વધુને વધું વેક્સીનેશન થાય તેવા પ્રયાસ અનુરોધ કર્યો હતો. આ લક્કી ડ્રો યોજનામાં કુલ 36897 શહેરીજનોએ બીજા વેક્સીનનો ડોઝ લીધો હતો. તમામ આરોગ્ય કેન્દ્ર પૈકી નાના મવા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા 11636 લોકોને વેક્સીન આપી અગ્રતા પ્રાપ્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Cyber crime prevention : હવે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાયબર સિક્યુરિટીનું પણ જ્ઞાન આપવામાં આવશે

આ પણ વાંચોઃ AMC Non BU Building Ceiling Drive : 128 યુનિટને કોર્પોરેશને સીલ કર્યાં, 3 ઝોનમાં બિનઅધિકૃત બાંધકામ તોડાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.