ETV Bharat / city

Preparations for Gujarat Elections : મોદીના આટકોટ કાર્યક્રમને સુપરહિટ કરવા કાલે પાટીલની સૌરાષ્ટ્રમાં બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ આવતીકાલે રાજકોટ આવશે. ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં(Preparations for Gujarat Elections) સતત એક્શનમાં આવી રહેલી ભાજપ એક તરફ પક્ષના સંગઠનને દોડતું કર્યું છેપાટીલ આવતીકાલે સૌરાષ્ટ્રના(CR Patil Saurastra Visit) તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે મુલાકાત કરશે.

Preparations for Gujarat Elections : મોદીના આટકોટ કાર્યક્રમને સુપરહિટ કરવા કાલે રાજકોટમાં પાટીલની સૌરાષ્ટ્રમાં બેઠક

author img

By

Published : May 16, 2022, 10:16 PM IST

રાજકોટ: શહેરમાં આવતીકાલે મંગળવારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ C R પાટીલે સૌરાષ્ટ્રમાં(CR Patil Saurastra Visit) આવેલ જીલ્લાના પ્રમુખો સાથે એક બેઠક યોજાવાની છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. ગુજરાત ચૂંટણીને લઈને સક્રિય બનેલા ભાજપે પાર્ટી એક તરફ પક્ષના સંગઠનને દોડતું કર્યું છે. એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ બેઠક(Meeting with Gujarat President Rajkot) શા માટે અચાનક જ યોજવામાં આવી રહી છે તે જાણો અમારા આ અહેવાલમાં

વડાપ્રધાનના કાર્યક્રમને સુપરહિટ બનાવવા માટે રાજકોટ આવી રહ્યા છે C R પાટીલ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા 40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે(Patel Seva Samaj Trust) બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં અંદાજે 2 લાખથી વધુ લોકોને એકત્ર કરવાનું આયોજન છે. ત્યારે આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ વડાપ્રધાનના કાર્યક્રમને સુપરહિટ બનાવવા માટે રાજકોટ આવી રહ્યા છે. પાટીલ કાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠક યોજશે.

આ પણ વાંચો: અધ્યાપકો ભાજપમાં જોડાયાં : અધ્યાપકો ભાજપ પાસેથી ભણશે રાજનીતિના પાઠ, જૂઓ કોણ કોણ જોડાયાં

પાટીલ તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરશે - ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં(Preparations for Gujarat Elections ) સતત એક્શનમાં આવી રહેલી ભાજપ એક તરફ પક્ષના સંગઠનને દોડતું કર્યું છે. એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ હવે સરકારના મહત્વપૂર્ણ લોકાર્પણ ચોમાસા બાદ જ થાય તેવા સંકેત છે. આ વચ્ચે સૌથી મહત્ત્વનું છે કે, તેમાં પાટીલના વન ડિસ્ટ્રિક્ટ વન ડેનો જે કાર્યક્રમ છે તે હવે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાં તેઓ આગામી સમયમાં યોજવા જઈ રહ્યા છે. આવતીકાલની બેઠકમાં તે અંગે પણ પાટીલ તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરશે.

આ પણ વાંચો: Political statement:નરેશ પટેલે કહ્યું નથી કે રાજકીય પાર્ટીમાં જોડાશેઃ સી આર પાટીલ

અસંતુષ્ટ નેતાઓનો અસંતોષ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો - વન ડિસ્ટ્રિક્ટ વન ડે કાર્યક્રમ(One District One Day Program) મારફત C R પાટીલે ફક્ત પક્ષના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહત્ત્વપૂર્ણ મેસેજ જાય તેવું આયોજન કર્યું છે. હાલમાં જ સુરતમાં વન ડિસ્ટ્રિક્ટ વન ડે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યભરના તમામ જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા. આ મોડેલથી દરેક જિલ્લામાં તેઓ કાર્યક્રમ યોજશે. જેમાં પાટીલના આગમન સાથે રોડ શો, કાર્યકર્તા સંમેલન, પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક અને એક જાહેર સભાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત જિલ્લામાં ભાજપના અસંતુષ્ટો અને નિષ્ક્રિય(Inactive BJP leader) થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ આગામી ચૂંટણીમાં પક્ષના કાર્યક્રમમાં જોડાઈ જાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. અસંતુષ્ટ નેતાઓનો અસંતોષ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો પણ આ કાર્યક્રમ મારફત શરૂ થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.