ETV Bharat / city

રાજકોટમાં AAPના વિરોધમાં લાગ્યા પોસ્ટર, જાણો નેતાઓ શું આપી રહ્યા છે પ્રતિક્રિયા - રાજકોટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બેનર

રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ (Poster War Started In Rajkot Against AAP) થયું હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. 'હું ઈશ્વરને માનીશ નહીં' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. AAPના કાર્યકર્તાઓ દ્વારા આ બેનર હટાવવામાં આવ્યા.

રાજકોટમાં AAPના વિરોધમાં લાગ્યા પોસ્ટર, અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સમાં AAP પર કર્યા પ્રહાર

author img

By

Published : Oct 8, 2022, 1:44 PM IST

Updated : Oct 8, 2022, 2:32 PM IST

રાજકોટ : દિલ્હીની AAP સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દે રાજકોટમાં પ્રધાન અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને આ ઘટનાને નિંદનીય (Arvind Raiyani attacked AAP in press conference) ગણાવી હતી.

રાજકોટમાં AAPના વિરોધમાં લાગ્યા પોસ્ટર, જાણો નેતાઓ શું આપી રહ્યા છે પ્રતિક્રિયા

રાજકોટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર વોર થયું શરૂ : રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ (Poster War Started In Rajkot Against AAP) થયું હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. 'હું ઈશ્વરને માનીશ નહીં' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે રાજકોટમાં AAPના કાર્યકર્તાઓ દ્વારા આ બેનર હટાવવામાં આવ્યા હતા.

કેજરીવાલની મુસ્લિમ પોશાક સાથેની તસવીર બેનરમાં લગાવવામાં આવી : રાજકોટમાં લાગેલાં બેનરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુસ્લિમ પોશાક અને ટોપી સાથેની તસવીર બેનરમાં લગાવવામાં આવી છે. જેમાં 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર' એવું બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એક તરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સમાં AAP પર કર્યા પ્રહાર : પ્રધાન અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને AAP પર પ્રહાર (Arvind Raiyani attacked AAP in press conference) કરતાં જણાવ્યું હતું કે, "રાજેન્દ્ર પાલે જાહેર મંચ પરથી ધર્મપરિવર્તનની વાત કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાંક ને ક્યાંક લોકોને ફ્રી આપવાનું, ધર્મપરિવર્તન કરાવવાનું બંધ કરો. આ દેશના લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો. ભગવાન રામની કથા હોય કે કૃષ્ણની ભાગવત હોય એનો વિરોધ કરે છે. આવા નિવેદન બદલ તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ."

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું AAP ડબલ સ્ટાન્ડર્ડ વાળી પાર્ટી છે : આ મામલે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "AAP ડબલ સ્ટાન્ડર્ડ વાળી પાર્ટી છે. હવે AAPની પોલ ખોલતી જાય છે. હું AAPને એટલું જ કહીશ કે તમે હિન્દુ ધર્મ વિરુદ્ધ વાત કરો છો, તમે શું કરવા માંગો છો એ લોકો જાણી ગયા છે. ગુજરાતનો હિન્દુ આ બાબતે સ્ટ્રોંગ છે."

AAPના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને શું જણાવ્યું : આ મામલે રાજકોટ AAPના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે, "હું પણ હિન્દુ છું અને કેજરીવાલ પણ હિન્દુ છે અમને હિન્દુ હોવાનો ગર્વ છે, પરંતુ હિન્દુત્વના નામે આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. અમે લોકો ગુજરાતમાં વિકાસના કામો કરવા જઈ રહ્યા છીએ એટલે અમારો આ પ્રકારે ખોટી રીતે વિરોધ થઈ રહ્યો છે બેનર લગાવીને ભાજપ શું સાબિત કરવા માંગે છે એ ખબર નથી પડતી."

Last Updated : Oct 8, 2022, 2:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.