રાજકોટ: શહેરના ભારતનગર મેઇન રોડ(Bharatnagar Main Road Rajkot) પર બે શખ્સો ડોક્ટરની ડિગ્રી વગર(Illegal Clinic without Doctor Degree ) દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાયા છે. જેમાં ભવનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ભાનુ જોટંગીયા તેમજ સાંઈ ક્લિનિકમાં પકડી, આ જ વિસ્તારમાં રહેતા મનોજ ધીરનાથ ઠાકુર નામના શખ્સને પકડી પાડયો હતો. આ દરમિયાન શું છે આ બન્ને તબીબોની કહાની ? જાણો આ ખાસ અહેવાલમાં

આજકાલ પૈસા કમાવવા લોકો કાઈ પણ નુસખા કરતા હોઈ છે - આ બાદ ભલે એ કોઈ વ્યક્તિની માનવ જીવન જોખમમાં મૂકવાનું કામ હોય કે પછી કોઈ પણ ડિગ્રી વગર તબીબી સારવાર આપતા હોય, આવા લોકો પૈસાની(Illegal Source of Income) લાલચમાં ગુનેગાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે. હિન્દીમાં એક કહેવત છે કે "કાનૂન કે હાથ બહોત લંબે હોતે હે" તેમ આવા બોગસ તબીબો પણ પોલીસથી બચી નથી શકતા અને કાયદાના સકંજામાં આવી જાય છે ત્યારે રાજકોટમાં તો બે એવા બોગસ તબીબો(Fake Doctors in Rajkot) ઝડપાયા છે જે "હમ નહીં સુધરેંગે" નક્કી કર્યું હોય તેમ બોગસ તબીબ તરીકે ત્રીજી વખત ઝડપાયા છે ત્યારે જુઓ અને જાણો કે કોણ છે આ બોગસ તબીબ અને શું છે તેમની કહાની.
આ પણ વાંચો: નકલી ડિગ્રી સર્ટિફિકેટના રેકેટનો પર્દાફાશ, આરોપીઓની ચાલાકી જોઈ તમે પણ કહેશો 'ના હોય'
ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ખોલ્યું - રાજકોટ શહેરના ભારતનગર મેઇન રોડ પર બે શખ્સ ડોક્ટરની ડિગ્રી(Dummy Doctor Degree) વગર દવાખાનું ખોલી લોકોને દવા, ઇન્જેક્શન આપી આર્થિક લાભ મેળવી રહ્યા હોવાની પેરોલ ફર્લો સ્કવોડને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે પ્રથમ સદગુરુ ક્લિનિક નામના દવાખાનામાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી ભવનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ભાનુ જોટંગીયા પકડી પાડ્યો હતો. તેની પાસે મેડિકલ ડિગ્રી ન હોવા છતા તે લોકોને એલોપેથી દવા આપતા હોવાની કેફિયત આપી હતી. પોલીસે ક્લિનિકમાંથી દવા, મેડિકલના સાધનો મળી રૂપિયા 4554નો મુદામાલ કબજે કર્યો હતો.
બે-બે વખત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો શખ્સ પકડાયો - આ બાદમાં બીજા દરોડો સાંઈ ક્લિનિકમાં પાડી આ જ વિસ્તારમાં રહેતા મનોજ ધીરનાથ ઠાકુર નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ પાસે પણ મેડિકલની કોઈ ડિગ્રી ન હોવાની કબૂલાત આપી હતી. પોલીસે અહીંથી દવા, સાધનો મળી રૂપિયા 14,295નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં TYBA સુધીનો અભ્યાસ કરનાર નરેન્દ્ર અને TYBSC સુધીનો અભ્યાસ કરનાર મૂળ બિહારનો મનોજ અગાઉ બે-બે વખત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પકડાઇ ચૂકયા છે.
આ પણ વાંચો: Fake Doctors In Patan: પાટણમાંથી ડિગ્રી વગરના 2 તબીબોને SOG પોલીસે ઝડપ્યાં, 10 હજારનો મુદ્દામાલ જપ્ત
કાયદાની ઢીલપ વારંવાર આવી ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવો - રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટલાક શખ્સો ડિગ્રી વગર ડોક્ટર બની કાયદાની ઐસી તૈસી કરી રહ્યા છે સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ઉપરાંત એટલું જ નહીં, કાયદામાં કડક કાર્યવાહી ન હોવાને કારણે આવા તત્વો વારંવાર આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આવા જ વધુ કિસ્સામાં રાજકોટમાં અગાઉ બે-બે વખત નકલી ડોક્ટર બની પકડાયેલા બે શખ્સને ફરી એક વખત પોલીસે રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા ભારતનગરમાં ક્લિનિક ચલાવતા પકડી પાડ્યા છે ત્યારે હાલ આ બન્ને શખ્સોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.