- 8 મેના રોજ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો
- સરકાર દર્દીઓને સુવિધા આપવામાં નિષ્ફળ થઈ હોવાનો લગાવ્યો આરોપ
- પોલીસની મંજૂરી ન હોવાથી પોલીસે કરી અટકાયત
રાજકોટ: જિલ્લામાં કોંગ્રેસના રાજ્ય વ્યાપી 8 મેના રોજ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકાર કોરોનામાં દર્દીઓને સુવિધા આપવામાં નિષ્ફળ થઈ હોવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. રાજકોટમાં વેક્સિનેશન માટે પૂરતા ડોઝની વ્યવસ્થા કરવા અને વિવિધ બેનરો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આરોગ્ય સહિતની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ કરી ધરણા પ્રદર્શન યોજ્યા હતા. મુખ્યપ્રધાન અને વડાપ્રધાન રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. પોલીસની મંજૂરી ન હોવાથી પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો: ગીર સોમનાથ: વેરાવળમાં ભાજપના ધરણા પ્રદર્શનને પગલે લોકોમાં આક્રોશ
10 વધુ કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે
કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અશોક ડાંગરે વધુમાં જણાવ્યું કે, બંગાળમાં જે હિંસા થઈ હતી. તેને લઈને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં પણ મંજૂરી લેવામાં આવી નથી. કોંગ્રેસને છેલ્લા એક વર્ષથી મંજૂરી આપી નથી. ભાજપને નિયમો લાગુ પડતા નથી. પછી એ ગુજરાત હોય કે બંગાળ હોય તે કોઈ નિયમો લાગુ પડતા નથી, ત્યારે આ કાર્યક્રમ તેના ભાગ રૂપે કરવામાં આવ્યો છે. પ્રજા પણ જુએે છે કે આ ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુત્રોચાર કરી અને ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે 10 વધુ કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં જૂનાગઢ ભાજપે કર્યા પ્રતિક ધરણાં