ETV Bharat / city

રંગીલા રાજકોટનું ફરી નવું નજરાણું, ગમ્મત સાથે જ્ઞાનનું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની જૂઓ વિશેષતા - પીએમ મોદી રાજકોટ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર

વડાપ્રધાન મોદી 19 ઓક્ટોબરના રોજ ફરી એકવાર (PM Modi visit Rajkot) રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં ઇશ્વરીયા પાર્ક નજીક અંદાજે 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને ખુલ્લું મુકશે. જેની કેટલીક વિશેષતા જૂઓ.(Rajkot Regional Science Centre)

રંગીલા રાજકોટનું ફરી નવું નજરાણું, ગમ્મત સાથે જ્ઞાનનું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની જૂઓ વિશેષતા

author img

By

Published : Oct 17, 2022, 11:11 AM IST

રાજકોટ વડાપ્રધાન મોદી તારીખ 19 ઓક્ટોબરના રોજ રાજકોટના (PM Modi visit Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કરોડોના વિકાસકાર્યોની સાથે રાજકોટમાં ઇશ્વરીયા પાર્ક નજીક અંદાજે 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને પણ ખુલ્લું મુકશે. આ વિજ્ઞાન કેન્દ્રમાં લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે અને વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને મશીન અને ટેકનોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે. (PM Modi Rajkot Regional Science Centre)

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર

પ્રાચીનથી માંડીને અર્વાચીનની યાત્રા ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) મારફત ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ રિજનલ સાયન્સ સેન્ટર્સ બનાવવામાં આવ્યાં છે. તે અંતર્ગત રાજકોટ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રની છ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવે તેવી છે. (Rajkot Regional Science Centre)

અલગ-અલગ થીમ આ ગેલેરીઓ ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. છ અલગ-અલગ થીમ આધારિત ગેલેરીમાં હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી, રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી, લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ વિકસાવવામાં આવ્યા છે.

દેખાવ પિરામિડની સન્મુખાકૃતી જેવો રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં મુખ્યત્વે 10 એકર જગ્યામાં ફેલાયેલું છે. જેમાંથી 9 એકર જગ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. તેનો દેખાવ પીરામિડની સન્મુખાકૃતી (Faced Pymarid) જેવો છેય જેમાં 18 આર્કની ડિઝાઈન છે. સાયન્સ સેન્ટરના કેન્દ્રમાંથી તમામ બાજુનું અંતર એકસમાન છે. સમગ્ર સાયન્સ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં વહેંચાયેલું છેય જેમાં છ ગેલેરીઓ છે અને ફર્સ્ટ ક્લોર પર ત્રણ વર્કશોપ છે. વિવિધ ગેલેરીઓને અનુલક્ષીને બાજુમાં વિવિધ કોર્ટયાર્ડ બનાવવામાં આવ્યા છે. (PM Modi Regional Science Centre)

જ્ઞાન સાથે ગમ્મત
જ્ઞાન સાથે ગમ્મત

આગામી પેઢીઓ માટે પણ કામનું આ ઉપરાંત, રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી સેન્ટરની મુલાકાતે આવનાર લોકોને ક્લીન એન્ડ એફિશિયન્ટ એનર્જી સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરીને તેનો વપરાશ કરવા માટે પ્રેરણા મળશે. રીજીયોનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તથા વિજ્ઞાન પ્રત્યે લોક જાગૃતિ ફેલાવવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમો થકી સમાજમાં આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવાનો છે. રીજીયોનલ સાયન્સ સેન્ટરની આસ-પાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને જનતામાં વિજ્ઞાન અંગે જાગૃતિ તેમજ આગામી પેઢીના વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરિત કરવા વિજ્ઞાન, ટેક્નોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવાનો છે.

કેટલીક વિષેતા હાઉ-ટુ-સ્ટ્ફ વર્ક ગેલેરીમાં પ્રકાશ, ઉર્જા, અવાજ અને ગુરૂત્વાકર્ષણના વિશિષ્ઠ સંયોજનથી તૈયાર કરવામાં આવેલી હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી બાળકોથી લઈને વૃદ્ધો માટે ટેકનોલોજીઓથી ભરેલું છે. વિવિધ ડેસીબલના અવાજો માનવીના મન-મગજ પર કેવી અસર કરે છે તેનું એક ઈન્ટ્રેક્ટીવ મોડેલ મુકવામાં આવ્યું છે. સરગમના સાત સુર કેવી અસર સર્જે તે જાણવા માટે વિવિધ સાધનો મુકવામાં આવ્યા છે. 20 અલગ-અલગ પ્રકારના તાળાઓ કેવી રીતે કામ કરે છે તેની ટુંકી જાણકારી આપતી ફિલ્મ પણ પ્રસારીત કરવામાં આવે છે. (Regional Science Center Specialty)

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર

એન્જીનિયરીંગને લઈને અનેક પ્રકારના મશીનો મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરીમાં વિવિધ પ્રકારના ગિયર અને તેનું મિકેનિઝમ સમજાવતા પ્રેક્ટીકલ મોડેલ, પ્લાઝમા કટીંગ મશીન, મલ્ટી સ્પિન્ડલ મશીન, ઓટોમોબાઈલ વિભાગમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર એન્જીનના સેકશન કટ મશીન, 3-ડી પ્રિન્ટર, સૌથી અત્યાધુનિક મશીન અહીં જોવા મળે છે. તેમજ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રાજકોટના એન્જીનિયરીંગ ઉદ્યોગોમાં કરેલા પ્રદાન અંગેનું પ્રદર્શન જોવા મળે છે. આ ગેલેરીના માધ્યમથી જાણી શકાય છે કે, મશીનની શોધખોળોના કારણે માનવીનું જીવન કેટલું સરળ બન્યું છે. (regional science centre rajkot)

વિવિધ પ્રકારના રોબોટ પણ જોવા મળશે નોબેલ પ્રાઈઝ તેમજ ફિઝિક્સ ગેલેરીમાં વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળેલું છે, તેવાં નોબેલ પુરસ્કાર વિજેતાઓને સમર્પિત ગેલેરી છે. અહીંની નોબેલ પ્રાઈઝ ગેલેરીમાં વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. આ ગેલેરીમાં અનેક જાતના રોબોટ્સ જોવા મળશે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ, ડિફેન્સ રોબોટ્સ, સ્વિમિંગપુલ અને પાણીના વિશાળ ટાંકા સાફ કરી શકે તેવા મરીન રોબોટ્સ, ફિલ્મો અને કોમિક્સમાં દર્શાવાયેલા રોબોટ્સ જોવા મળશે. તેમજ રોજ-બરોજમાં ઉપયોગમાં લઈ શકાય તેવા રોબોટ્સ જોઈ શકાશે. આ ઉપરાંત, બાળકો માટે અનેક પ્રકારના ઈન્ટરેક્ટિવ ટોય્ઝથી પણ રમી શકશે.

જીવવિજ્ઞાન વિજ્ઞાન વિશે માહિતી સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરીમાં માટીકામથી લઈને સિરામિક ઉદ્યોગોનો ઉદભવ અને વિકાસના વિવિધ મોડેલો તથા કાચ કામની શરૂઆત તથા તેનો વિકાસના વિવિધ તબક્કાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમજ સિરામિક એન્ડ ગ્લાસના અનેક અવનવા મોડલ્સ જોવા મડશે. લાઈફ સાયન્સ ગેલેરીમાં અમીબાથી લઈને કોરોના સુધીના જીવ વિજ્ઞાન વિજ્ઞાન વિષેની માહિતી આપવામાં આવી છે. (Regional Science Museum Rajkot)

વિજ્ઞાનીક થીમો કુદરતી ઈકોસિસ્ટમ, માર્સ મિશન તથા હેબીટેબલ ઝોન અને સુપર અર્થ વિશે વિગતો આપવામાં પ્રદર્શિત કરવામાં આવે છે. ઈન્ટરેક્ટિવ પ્રદર્શનો, સ્કેલ મોડેલ અને ઇન્ફોગ્રાફિક દ્વારા જીવ વિજ્ઞાનના ખ્યાલો પહોંચશે યુવાનો સુધી પહોંચશે. સાથે જ આ સાયન્સ સેન્ટરમાં સ્કૂલના મુલાકાતીઓ માટે વિજ્ઞાન થીમ આધારિત ગેમ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓડિયો- વિડિયો ઉપકરણો અને ઇન્ટરએક્ટિવ પેનલ મૂકવામાં આવી છે. (PM Modi visit Rajkot)

વિવિધ વિસ્તારો માટે મહત્વનું કેન્દ્ર રીજીયોનલ સાયન્સ સેન્ટરના મુખ્ય આકર્ષણોમાં વિવિધ વિજ્ઞાનને ખંગાળતી થીમ આધારિત છ ગેલેરીઓ, સેન્ટ્રલ કોર્ટયાર્ડ, વર્કશોપનું આયોજન કરવા માટેની ઉત્તમોત્તમ સુવિધા જેવી કે, 3ડી થીએટર, થીમ આધારિત પાર્ક, દિવ્યાંગો અને વૃધ્ધો માટે અનુકૂળ એવી મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ અને કાફેટેરિયા જેવી સુવિધા પણ છે. આમ રાજકોટનું આ કેન્દ્ર વિજ્ઞાન પ્રેમીઓની કૂતુહલતાને પ્રેરિત કરતું અનુપમ વિજ્ઞાન કેન્દ્ર બની રહેશે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર જેવા નજીકના જિલ્લાઓના વિજ્ઞાન પ્રેમીઓની જ્ઞાન પિપાસા સંતોષવાનું આ મહત્વનું કેન્દ્ર બની રહેવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.