રાજકોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવતા જ હવે PM મોદી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. લગભગ 10 એકર વિસ્તારમાં ફેલાયેલું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રૂપિયા 85 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રથી લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે. (launch regional science centre rajkot)
જ્ઞાન સાથે ગમ્મત શહેરના ઈશ્વરીયા પાર્ક નજીક નિર્માણ પામેલું રિજનલ સાયન્સ સેન્ટરનું વડાપ્રધાનના (PM Modi's program in Rajkot) હસ્તે લોકાર્પણ થશે. આ વિજ્ઞાન કેન્દ્રની 6 અદભુત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવશે. અલગ-અલગ થીમ આધારિત ગેલેરીમાં હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી, રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી અને લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવી છે.(PM Modi launch regional science centre in Rajkot )
સાયન્સ સેન્ટરની વિશેષતાઓ આ સાયન્સ સેન્ટરની અન્ય વિશેષતાઓ ઉપર વાત કરીએ તો તેનો દેખાવ પિરામિડની સન્મુખાકૃતી જેવો છે. જેમાં 18 આર્કની ડિઝાઈન છે. અહીં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત 3D થીએટર, થીમ આધારિત પાર્ક, દિવ્યાંગો અને વૃધ્ધોને અનુકૂળ મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ અને કાફેટેરિયા જેવી સુવિધાઓ અહીં વિકસાવવામાં આવી છે. આ સાયન્સ સેન્ટર રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર જિલ્લાના નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું કામ કરશે. (regional science centre facility in Rajkot)