ETV Bharat / city

રાજકોટ: દર પંદર દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી મારે નવો રેકોર્ડ સ્થાપિત કરવો છે: ડૉ.ધવલ - rajkot sivil hospital

દીપાવલી તહેવારના અંતિમ દિવસ એટલે કે, લાભ પાંચમના પ્રારંભે કમળાપુર પી.એચ.સી. સેન્ટર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ.ધવલ ગોસાઈએ બીજીવાર પ્લાઝ્મા દાન કરી શુભ કાર્યની પ્રેરણા પુરી પાડી છે. તેઓનો તિથિ મુજબ જન્મદિવસ હોવાથી આ દિવસે તેમણે સેવાકીય કાર્ય કરીને જન્મદિવસની ઉજવણી હતી. તેઓએ આ પહેલા પણ પ્રથમવાર તેમના જન્મદિવસ 29 ઓક્ટોબરે પ્લાઝ્મા દાન કરી કોરોનાના દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

દર પંદર દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી મારે નવો રેકોર્ડ સ્થાપિત કરવો છે: ડૉ.ધવલ

author img

By

Published : Nov 20, 2020, 10:36 AM IST

  • દિવાળીના દિવસે ત્રણ લોકોએ પ્લાઝ્મારૂપી દાનની જ્યોત પ્રગટાવી પાથર્યો ઉજાસ
  • મેડિકલ ઓફિસર ડૉ. ધવલ ગોસાઈએ બીજીવાર પ્લાઝ્મા ડોનેટ કર્યું
  • લોકોને પણ પ્લાઝમાં ડોનેટ કરવાની કરી અપીલ

રાજકોટ: દીપાવલી તહેવારના અંતિમ દિવસ એટલે કે, લાભ પાંચમના પ્રારંભે કમળાપુર પી.એચ.સી. સેન્ટર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. ધવલ ગોસાઈએ બીજીવાર પ્લાઝ્મા દાન કરી શુભ કાર્યની પ્રેરણા પુરી પાડી છે. તેઓનો તિથિ મુજબ જન્મદિવસ હોવાથી આ દિવસે તેમણે સેવાકીય કાર્ય કરીને જન્મદિવસની ઉજવણી હતી. તેમણે આ પહેલા પણ પ્રથમવાર તેમના જન્મદિવસ 29 ઓક્ટોબરના રોજ પ્લાઝ્મા દાન કરી કોરોનાના દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

દર પંદર દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી મારે નવો રેકોર્ડ સ્થાપિત કરવો છે: ડૉ.ધવલ

રાજકોટ સિવિલ ખાતે કોઈ એક વ્યક્તિ દ્વારા 6 વખત પ્લાઝ્મા ડોનેટ કરવાનો રેકોર્ડ છે. ડૉ.ધવલે પી.ડી.યુ સિવિલ ખાતે અભ્યાસ કર્યો હોવાથી માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ સમય હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. આ સાથે જ કહ્યું કે, દર પંદર દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી મારે નવો રેકોર્ડ સ્થાપિત કરવો છે.

પ્લાઝ્મા ડોનેટ કરવાનો નિશ્ચય કરવો: ડૉ.ધવલ

આ પૂર્વે તેઓ જયારે સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તે કોરાનાથી સંક્રમિત થયા હતા. તેમના ફેફસામાં 30% અસર થઈ હોવાથી તેઓને સિવિલ ખાતે જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ ડૉ. ધવલ પ્લાઝ્મા ડોનેટ કરવા કટિબદ્ધ હતાં અને લોકોને શુભ સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ટેસ્ટ કરાવવાથી ડરવું નહીં, પોઝિટિવ આવે તો ગભરાયા વગર ઝડપી સારવાર કરાવવી અને સ્વસ્થ થયા બાદ પ્લાઝ્મા ડોનેટ કરવાનો નિશ્ચય કરવો. આ કોરોના મંત્ર તેઓ તેમના સેન્ટર પર લોકોને આપી જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.

દિવાળીના દિવસે ત્રણ લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યું

દિવાળી પર્વમાં લોકો જયારે પરિવારજનો સાથે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે વિનોદભાઈ મોલીયા, હરેશભાઇ પરમાર અને મનોજભાઈ રાણપરાએ પ્લાઝ્મા ડોનેટ કરી દર્દીઓના પરિવાજનોમાં ઉજાસ ફેલાવવાનું સેવાકીય કાર્ય કર્યું છે.

સિવિલ ખાતે 350થી વધુ લોકોએ પ્લાઝ્મા દાન કર્યુ

કોરોનાના ગંભીર દર્દીઓમાં કોરોનાને ફેલાતો અટકાવવા અને તેની સામે લડાઈ લડવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા અર્થે શરીરમાં તૈયાર એન્ટિબોડીઝ મદદરૂપ બને છે. આ માટે કોરોનાથી સાજા થયેલા વ્યક્તિનું પ્લાઝ્મા લેવામાં આવે છે. રાજકોટ સિવિલ ખાતે આ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ ખાતે 350થી વધુ લોકોએ પ્લાઝ્મા દાન કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.