ETV Bharat / city

Rajkot Civil Hospital 400 ડોક્ટર હડતાળ પર, દર્દીઓ રામભરોસે, છેલ્લાં ચાર દિવસમાં 30થી વધુના મોત! - ડોક્ટરોની હડતાળ

રાજકોટ સહિત રાજ્યભરમાં બોન્ડેડ તબીબો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો 4 દિવસથી વિવિધ માગણીઓને લઇને હડતાળ ( Doctors on strike ) પર છે. રાજકોટ સિવિલના ( Rajkot Civil Hospital ) 400 ડોકટરો તેમાં જોડાયાં છે.આ સંજોગોમાં દર્દીઓને સહન કરવાનું આવી રહ્યું છે. ETV Bharat દ્વારા છેલ્લાં ચાર દિવસમાં કેટલા લોકોના સિવિલ હોસ્પિટલમાં મોત થયા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Rajkot Civil Hospital 400 ડોક્ટર હડતાળ પર, દર્દીઓ રામભરોસે, છેલ્લાં ચાર દિવસમાં 30થી વધુના મોત!

author img

By

Published : Aug 7, 2021, 7:00 PM IST

Updated : Aug 7, 2021, 7:34 PM IST

  • ડોક્ટરોની હડતાળની રાજકોટમાં અસર
  • સિવિલ હોસ્પિટલમાં આશરે 400 ડોક્ટર હડતાળ પર
  • 4 દિવસમાં 30થી વધુ દર્દીના મોત નોંધાયાં

    રાજકોટ: રાજકોટ સહિત રાજ્યભરના બોન્ડેડ તબીબો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા 4 દિવસથી પોતાની વિવિધ માગ સાથે હડતાળ પર છે. જેમાં હવે ઇન્ટર્ન અને જુનિયર તબીબોએ સમર્થન આપ્યું છે. જેને લઈને હવે રાજકોટ સિવિલ હોસ્પિટલની ( Rajkot Civil Hospital ) મેડિકલ કોલેજના અંદાજે 400 જેટલા વિવિધ ડોકટરો હડતાળ ( Doctors on strike ) પર ઉતર્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની હાલત કફોડી બની છે. જ્યારે ડોક્ટરો પોતાની માગ પર અડગ છે અને મેડિકલ કોલેજ બહાર હડતાળ ચાલુૂ રાખી છે. જેનો હજુ સુધી અંત આવ્યો નથી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં એકસાથે 400 જેટલા ડોક્ટર હડતાળ પર ઉતરતાં ઇમરજન્સીની કામગીરી ખોરવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

    દરરોજ હજારો દર્દીઓ આવે છે સારવાર માટે

    રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અલગ અલગ સૌરાષ્ટ્રભરના જિલ્લામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવિધ સારવાર લેવા માટે આવે છે. પરંતુ છેલ્લા 4 દિવસથી સિવિલ હોસ્પિટલના ( Rajkot Civil Hospital ) રેસિડેન્ટ, બોન્ડેડ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ ( Doctors on strike ) પર હોવાના કારણે અહીં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયાં છે. જ્યારે એવી પણ વાત સામે આવી છે કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની હડતાળના કારણે ઇમરજન્સી સર્વિસ ખોરવાઈ શકે છે.

    હોસ્પિટલ સુચારુ રીતે ચાલતી હોવાનો તંત્રનો દાવો

    રાજકોટ સિવિલ હોસ્પિટલના ( Rajkot Civil Hospital ) અંદાજે 400 જેટલા ડોક્ટર હડતાળ પર છે. જેનો આજે 4થો દિવસ છે. ત્યારે આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડોક્ટરની હડતાળ ( Doctors on strike ) છે પરંતુ તે અંગેનો નિર્ણય ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવશે. જ્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ તંત્ર સુચારુ રીતે ચાલી રહ્યું છે. જ્યારે મેડિકલ કોલેજના પ્રોફેસર અને ટ્યુટરની પણ મદદ લીધી છે અને મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ તમામ કામગીરી યથાવત છે.

    છેલ્લા ચાર દિવસમાં 30થી વધુનાં મોત!

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ( Rajkot Civil Hospital ) ડોક્ટર હડતાળ ( Doctors on strike ) પર છે. એવામાં હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ખોરવાઈ છે. ત્યારે ETV Bharat દ્વારા છેલ્લા 4 દિવસમાં કેટલા લોકોના સિવિલ હોસ્પિટલમાં મોત થયાં છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલના RMO દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારબાદ ઇટીવી દ્વારા શહેરના સૌથી મોટા સ્મશાનગૃહમાં કેટલી બોડી અંતિમવિધિ માટે આવી હતી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે 4 તારીખથી 7 સુધીમાં રામનાથપરા ખાતે 33 જેટલા મૃતદેહ અંતિમ વિધિ માટે આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર

આ પણ વાંચોઃ ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ 2 દિવસમાં સમેટાઈ

Last Updated : Aug 7, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.