- રાજ્ય સરકારના આ નિર્ણયથી વેપારીઓને પડ્યા પર પાટા જેવી સ્થિતિ ઉદભવી
- કલર અને પિચકારીના વેપારીને લાખોનું નુકસાન
- રાજકોટના વેપારીએ પિચકારી અને રંગ મૂકી કેરી વેચવાનું શરૂ કર્યું
રાજકોટ: જિલ્લામાં રાજ્ય સરકારના નિર્ણયથી વેપારીઓને પડ્યા પર પાટા જેવી સ્થિતિ ઉદભવી છે. રાજકોટમાં પિચકારી બજારના વેપારી મહેન્દ્રભાઈ જણાવ્યું હતું કે, લાંબા સમયના લોકડાઉન ચાલ્યું હતું. તેની નુકસાનીની ભરપાઈ હજુ થઈ નથી, ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી વેપારીઓને પડ્યા પર પાટા ની સ્થિતિ ઉદભવી છે. આવી પરિસ્થિતિમાં પિચકારી અને રંગ મૂકીને ધંધો બદલવો પડ્યો છે અને કેરી વેચવાનું શરૂ કર્યું છે. સરકાર છેલ્લી ઘડીએ આવા નિર્ણય કરે તો લાખો રૂપિયાની નુકસાની વેપારીને વેઠવી પડશે.
આ પણ વાંચો: રાજ્યમાં લૉકડાઉન નહીં થાય, પરંતુ લોકોએ સાવચેતી રાખવી પડશેઃ CM રૂપાણી
વ્યાજે રૂપિયા લઈને કલર પિચકારીનો માલ ભર્યો છે, તેનું નુકસાન કોણ ભરપાઈ કરશે..?
રાજકોટના વેપારી રાજુભાઈએ જણાવ્યું હતું કે, વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડશે. જ્યારે નાના વેપારીઓએ વ્યાજે રૂપિયા લઈને કલર પિચકારીનો માલ ભર્યો છે તેનું નુકસાન કોણ ભરપાઈ કરશે...? સરકારે નાના વેપારીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ માલ ભરાઇ ગયા પછી આવી જાહેરાત કરી છે. હવે જે માલની નુકસાની નાના વેપારીને વેઠવી પડશે.
આ પણ વાંચો: વલસાડમાં પતંગના વેપારીને પણ લાગ્યું છે કોરોનાનું ગ્રહણ, ગ્રાહકની સંખ્યામાં પણ ઘટાડો
નેતાઓને ચૂંટણી સમયે કોરના નથી નડતો...
જ્યારે નેતાઓને ચૂંટણી સમયે કોરના નથી નડતો ચૂંટણીના સમય દરમિયાન નેતાઓ જાહેરમાં મેળાવડા જોવા મળે છે. એકબીજા પર અબીલ-ગુલાલ ઉડાવી ઉજવણી કરી શકે, પરંતુ જનતાને તહેવાર ઉજવવાનો સમય આવે ત્યારે કોરોના સંક્રમણ ફેલાતો હોવાનું કહી સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે.