રાજકોટઃ 'અંગદાન મહાદાન' આ સૂત્રને સાર્થક કર્યું છે શહેરના એક પરિવારે. શહેરમાં 29 જૂને (બુધવારે) દમયંતીબેન તેમના પતિ ભરત સુતરિયા સાથે અનિડા ગામમાં સંબંધીની સ્મશાનયાત્રામાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન જ ભરતભાઈએ 150 ફૂટ રિંગરોડ પર વાહનનું બેલેન્સ ગુમાવ્યું (Rajkot woman dies in accident) હતું. તેના કારણે દમયંતીબેન રસ્તા પર પટકાયાં હતાં અને તેમને કાન અને નાકમાંથી લોહી નીકળ્યું હતું. જોકે, દમયંતીબેનને તાત્કાલિક હોસ્પિટલ દાખલ (Organ Donation of Rajkot Woman) કરાયાં હતાં.
તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયાં - આ અંગે મળતી માહિતી અનુસાર, અનિડા ગામ જતાં સમયે દમયંતીબેનને અકસ્માત (Rajkot woman dies in accident) નડ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક રાહદારીની કારમાં તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અહીં ડૉ. જોગાણીએ દમયંતીબેનનું તાત્કાલિક ઓપરેશન કરી તેમને ICUમાં દાખલ કર્યાં હતાં. જોકે, સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે દમયંતીબેનને તેમને બ્રેઈનડેડ જાહેર કરાયાં હતાં. તેના કારણે પરિવાર ઉપર આભ ફાટી (Organ Donation of Rajkot Woman) પડ્યું હતું.
આ પણ વાંચો- Organ Donation in Vadodara : વડોદરાના કોમલ પટેલના આ કાર્યથી અનેક લોકોના જીવનમાં ફેલાશે રોશની
મહિલાના એકાએક મૃત્યુથી પરિવાર વિખેરાયો - માતા હોય કે પિતા કે પછી પરિવારનું કોઈ સભ્ય અણધારી વિદાય લે એટલે પરિવારજનો ભાંગી જ પડતાં હોય છે અને તેમના દુ:ખનો કોઈ પાર રહેતો નથી અને તેમાં પણ ખાસ કરીને માતા છોડીને ચાલ્યા જાય એટલે સંતાનો નિ:સહાય બની જતાં હોય છે. આવામાં પણ દમયંતીબેનના પુત્રો કુલદીપ અને પ્રિન્સ તેમજ પતિ ભરતભાઈએ ભારે હૈયે દમયંતીબેનના અંગોનું દાન (Organ Donation of Rajkot Woman) કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો- Organ donation in Junagadh : જૂનાગઢ જિલ્લામાં થયું આ પ્રકારનું સૌપ્રથમ દાન, કોણે કર્યું જૂઓ
મહિલાનાં અંગોનું દાન અમદાવાદ કરાયું - તબીબોએ જણાવ્યું કે, દમયંતીબેનના હૃદયનું દાન થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી તેમની બન્ને આંખો, કિડની અને લીવરનું દાન (Organ Donation of Rajkot Woman) અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. તેમના આ અંગદાનથી હવે 5 જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે. ઉલ્લેખનીય છે કે દમયંતીબેનના પતિ ભરતભાઈ સુતરીયા ગોંડલ ચોકડી પાસે લાકડીયો કોલસો બનાવવાના મશીનનું કારખાનું ધરાવે છે.