- બોગસ આધાર કાર્ડ કૌભાંડ મામલે કોંગ્રેસ કાર્યાલય મંત્રીની ધરપકડ
- ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી
- આ ગુનામાં અગાઉ બે આરોપીઓની કરીઈ હતી ધરપકડ
રાજકોટઃ શહેરમાં બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી આધાર કાર્ડ કાઢી આપવાના કૌભાંડનો ગાંધીગ્રામ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં અગાઉ બે આરોપીઓને ઝડપાયા બાદ શુક્રવારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ એક ઈસમને આ મામલે ઝડપી પાડવામાં આવ્યો છે. શુક્રવારે ઝડપાયેલા ઈસમ રાજકોટ શહેર કોંગ્રેસનો કાર્યાલય મંત્રી પણ હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસ કાર્યાલય મંત્રીએ કોર્પોરેટરના સહી સિક્કા કરી આપ્યા
બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ કઢાવવામાં જે ફોર્મ ભરવાનું હોય છે, તે સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફોર્મમાં કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દ્વારા કોઇપણ જાતની ખરાઈ વગર કોર્પોરેટરના નાના સહી સિક્કા કરી આપ્યા હતા. જે અગાઉ આ ગુનામાં ઝડપાયેલા ઇસમોની પૂછપરછમાં સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે કોંગ્રેસ કાર્યાલય મંત્રીની પણ આ ગુનામાં સહઆરોપી તરીકે ધરપકડ કરીને આ કૌભાંડમા વધુ તપાસ શરૂ કરી છે.
રૂપિયા 1500 લઈ બનાવી આપતા હતા બોગસ આધરકાર્ડ
આ ગુનામાં અગાઉ ઝડપાયેલા ઇસમોનું નામ પ્રકાશકુમાર ધીરજલાલ મારવિયા અને સાગર વિનયકાન્ત રાણપરા છે. જે રાજકોટમાં કામધંધો અને રોજગારી માટે આવતા લોકોને મુખ્યત્વે ટાર્ગેટ કરી અને તેમને આધાર કાર્ડની જરૂર હોય પરંતુ તેમનું રેસીડન્ટ ડોક્યુમેન્ટ રાજકોટનું ન હોવા છતાં પણ બોગસ ડોક્યુમેન્ટ આધારે તેમનું આધારકાર્ડ કાઢી આપવામાં આવતું હતું. તેમજ આ કામ માટે કન્સલ્ટિંગ ફીના નામે રૂપિયા 1500ની ઉઘરાણી પણ કરવામાં આવતી હતી. તેમજ તેઓ દ્વારા બોગસ ડોક્યુમેન્ટના આધારે જ આધારકાર્ડ જેવું મહત્વનું ડોક્યુમેન્ટ કાઢી આપતા હતા.