ETV Bharat / city

ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય પેકેજ નુકશાની કરતા ઘણું ઓછું - કિસાન સંઘ - જાહેર થયેલી સહાય પ્રમાણમાં ખૂબ જ ઓછી

રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવાયું હતું કે, સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ પેકેજને અમે આવકારીએ છીએ પરંતુ જે સહાય જાહેર કરવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે. જ્યારે આ વર્ષે ખેડૂતોને ખૂબ જ કુદરતી અફતોનો સામનો કરવો પડ્યો છે. જેમાં પહેલા તૌઉતે વાવાઝોડું, ત્યારબાદ વાવણી પછી વરસાદ ખેંચાયો અને પછી છેલ્લે અતિવૃષ્ટિ થવાના કારણે ઘણા બધા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. જેની સામે સરકારની સહાય ઘણી ઓછી છે.

ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય પેકેજ નુકશાની કરતા ઘણું ઓછું - કિસાન સંઘ

author img

By

Published : Oct 20, 2021, 5:05 PM IST

  • ખેડૂતો માટે રૂપિયા 540 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું
  • ખેડૂતોને માટે જાહેર થયેલી સહાય પ્રમાણમાં ખૂબ જ ઓછી
  • સૌરાષ્ટ્રભરના દરેક ખેડૂતને 33 ટકા કરતા વધુ નુકશાની

રાજકોટ : રાજ્યમાં વરસાદ સહિતની આફતોને લઈને ખેડૂતોને પાકને ખૂબ જ નુકશાન થયું છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રૂપિયા 540 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતો માટેના રાહત પેકેજ મામલે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ સરકારના પેકેજ મામલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે ખેડૂતોના નુકશાનના પ્રમાણમાં ખૂબ જ ઓછી સહાય છે. જ્યારે આ વર્ષે ખેડૂતોને કુદરતી આફતોનો ઘણો સામનો કરવો પડ્યો છે. તેમજ તેના કારણે ઘણા બધા ખેડૂતોના પાક ધોવાયાં હતા અને બીજો પાક વાવવાની ફરજ પડી હતી. આમ ખેડુતો માટે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને અમે અવકારીયાએ છીએ પરંતુ હજુ પણ સરકાર દ્વારા ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ સહાય પેકેજ નુકશાની કરતા ઘણું ઓછું - કિસાન સંઘ

ખેડૂતોને માટે જાહેર થયેલી સહાય પ્રમાણમાં ખૂબ જ ઓછી

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે કઠોળ, તલ, બાજરી અને સોયાબીન જેવા પાકો સાવ નિષ્ફળ ગયા છે. જ્યારે કપાસિયામાં 70થી 80 ટકા નુકશાની છે. જ્યારે મગફળીના પાકમાં પણ 50 ટકા જેવી નુકશાની છે. જ્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રભરના દરેક ખેડૂતને 33 ટકા કરતા વધુ નુકશાની છે. જેને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોને મુખ્યપ્રધાન કિસાન સહાયનો લાભ આપવો જોઈએ. હાલ જે સહાય જાહેર કરી છે તેના કરતા ખેડૂતો માટે સરકાર દ્વારા મુખ્યપ્રધાન સહાય યોજના લાગુ કરવામાં આવે તેની કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Cabinet meeting માં ખેડૂતો માટે ૫૪૬ કરોડનું પેકેજ કરાયું જાહેર

આ પણ વાંચો : રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને લખપતથી કેવડીયા બાઈક રેલીનું પ્રસ્થાન કરાયુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.