ETV Bharat / city

ખાનગીકરણના વિરોધમાં રાજકોટમાં 3000થી વધુ કર્મચારીઓ વિરોધમાં જોડાયા

બેન્કના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓએ 15 અને 16 માર્ચના રોજ હડતાળનું એલાન કર્યું હતું. જેમાં રાજકોટના આશરે 3000 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને શહેરના પરાબજાર ખાતે બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ખાનગીકરણના વિરોધમાં રાજકોટમાં 3000થી વધુ કર્મચારીઓ વિરોધમાં જોડાયા
ખાનગીકરણના વિરોધમાં રાજકોટમાં 3000થી વધુ કર્મચારીઓ વિરોધમાં જોડાયા
author img

By

Published : Mar 15, 2021, 4:42 PM IST

Updated : Mar 15, 2021, 5:52 PM IST

  • બેન્કના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે બેન્ક કર્મચારીઓ
  • કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાયાનું અનુમાન
  • શહેરના પરાબજાર ખાતે બેનરો સાથે બેન્ક કર્મચારીઓએ કર્યો વિરોધ

આ પણ વાંચોઃ બેન્ક કર્મચારીઓની સંગઠનોની બે દિવસીય હડતાલની કામગીરી પર પડી શકે છે આંશિક અસર: SBI

રાજકોટઃ બેન્કના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે જેમાં રાજકોટના આશરે 3000 હજાર જેટલા કર્મચારીઓએ શહેરના પરાબજાર ખાતે બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બેન્ક કર્મચારીએ જણાવ્યું હતુ કે ખાનગીકારણને કારણે ગ્રાહકોની થાપણો અસુરક્ષિત થઈ શકે છે ત્યારે બે દિવસ રજા અને બે દિવસ હડતાળના કારણે અંદાજિત 200 કરોડનું ટર્નઓવર અટકી પડશે.

બેન્કના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે બેન્ક કર્મચારીઓ

આ પણ વાંચોઃ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ, 10 લાખ કર્મચારીઓનું સમર્થન

15 અને 16 માર્ચે દેશવ્યાપી બેન્ક હડતાળ

જાહેર એકમોના ખાનગીકરણની સામે બેન્ક કર્મચારી વિરોધ કરીર રહ્યા છે. કેટલીક સરકારી બેન્કોનું ખાનગીકરણ અટકાવવાના પ્રયાસરૂપે તા.15 અને 16 માર્ચે દેશવ્યાપી બેન્ક હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. તેમાં સરકારી અને ગ્રામીણ બેન્કોના સમગ્ર સ્ટાફ જોડાયા હતા અને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાયાનું અનુમાન છે.

Last Updated : Mar 15, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.