- 31st પહેલા રાજકોટમાં રૂ. 3કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ
- અંદાજીત રૂ.3 કરોડથી વધુનો દારૂ કરાયો નાશ
- સોખડા ખાતે તમામ કાર્યવાહી કર્યા બાદ નાશ કર્યો હતો
રાજકોટઃ શહેરના અલગ-અલગ પોલીસ મથક દ્વારા ચાલુ વર્ષ દરમિયાન પકડવામાં આવેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અંદાજીત રૂપિયા 3 કરોડથી વધુના દારૂના જથ્થા પર પોલીસ અધિકારીઓએ હાજર રહીને નાશ કરાવ્યો હતો. જો કે વર્ષ દરમિયાન સૌથી વધુ વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 6 મહિનામાં ઝડપાયો 3 કરોડથી વધુનો દારૂ
આ અંગે રાજકોટ ઝોન 2 ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસે છેલ્લા 6 મહિનામાં ઝડપી પાડેલ વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજીત રૂ 3 કરોડથી વધુની છે. તમામ કોર્ટ કાર્યવાહી બાદ આ વિદેશી દારૂનો નાશ કરવાની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ પૂરું થતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.