ETV Bharat / city

રાજકોટ જિલ્લામાં જોરદાર વરસાદ, રસ્તા પર નદીઓ વહેતા વાહનચાલકો અટવાયા - Temperature Fall down

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં રવિવારે વરસાદે (Rainfall in Rajkot) વાતાવરણમાં ટાઢક કરી દીધી હતી. વરસાદને કારણે રાજકોટના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ (Waterlogged in Rajkot Ring Road) ગયા હતા. ખાસ કરીને રીંગરોડ અને શિતલપાર્ક પાસે પાણી ભરાતા હાઈવે તરફ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આવનારા ત્રણથી દિવસમાં સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

રાજકોટ જિલ્લામાં જોરદાર વરસાદ,રસ્તા પર નદીઓ વહેતા વાહનચાલકો અટવાયા

author img

By

Published : Jul 10, 2022, 7:57 PM IST

રાજકોટઃ રવિવારે રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બોપરે ઝરમર ઝરમર વરસાદ થયો હતો. જેના કારણે રાજકોટના મુખ્ય રસ્તાઓ પર પાણી (Waterlogged in Rajkot Ring Road) ભરાઈ ગયા હતા. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ, રેસકોર્ષ રોડ, યાજ્ઞિક રોડ, જામનગર રોડ, શિતલ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદી (Rainfall in Rajkot) પાણી ફરી વળ્યા હતા. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ (Monsoon Season in Saurashtra) સારો એવો વરસાદ થતા સર્વત્ર ટાઢકનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો એકાએક ગગડી (Temperature Fall down) જતા ભેજના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે રજા હોવાથી રાજકોટના લોકો વરસાદ આવતા શહેરમાં આંટો મારવા માટે નીકળ્યા હતા.

રાજકોટ જિલ્લામાં જોરદાર વરસાદ,રસ્તા પર નદીઓ વહેતા વાહનચાલકો અટવાયા

આ પણ વાંચોઃ વલસાડમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ થયા બંધ, જાણો હાલની સ્થિતિ વિશે

પાણી ભરાયાઃ રાજકોટ શહેરના માધાપર અને રામાપીર ચોકડી પાસે પાણી ભરાઈ જતા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી ઊભી થઈ હતી. રાજકોટ શહેરમાં રવિવારે એક ઈંચ વરસાદ થયો હતો. રાજકોટ સિવાય લોધિકામાં મેધરાજાએ દમદાર હેત વરસાવતા ખીરસરા, મોટાવડા, દેવળા, વડ વાજડી, રાતૈયા, વાગુદડ, બાલસરા, મેટોડામાં વરસાદ થયો છે. જેના કારણે અનેક એવા ખેતર તળાવમાં ફેરવાયા છે. જોકે, ખેડૂતો આ વખતે કપાસ, મકાઈ, મગ જેવા પાકમાં મોટો ફાયદો થાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે જસદણ, આટકોટ, વીરનગર, પાંચવડા, જીવાપર સહિતના ગામે વરસાદ થતા વાતાવરણમાં ભીનાશ અનુભવાઈ રહી છે.

દુર્ઘટના ટળીઃ રાજકોટ શહેરમાં વરસાદ પડતાની સાથે લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. શહેરમાં વોર્ડ નંબર 18 માં આવેલ ગોંડલ ચોક નજીક વરસાદના કારણે રોડ-રસ્તા પર પડેલા ખાડા અને કાદવ કીચડના કારણે અહિયાથી પસાર થઇ રહેલા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં સવારના સમયે ટ્રોલીમાં સામાન ભરી જતા ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી જતા મોટી દુર્ઘટના થતા સહેજથી અટકી ગઇ હોવાનું પણ સામે આવ્યું છે. વોર્ડ નંબર 18 માં ગોંડલ ચોક નજીક પુલ નીચે રિધ્ધી-સિધ્ધિ સોસાયટી નજીક સામાન ભરીને જતા ટ્રેક્ટરનું ટાયર ખાડામાં પટકાતા ટ્રોલીનો ભાગ પડી ગયો હતો. આ ટ્રોલી પટકાતા સમયે સદનસીબે બાજુ માંથી કોઈ વાહન પસાર થતું ન હતું.

આ પણ વાંચોઃ ઔરંગા નદીમાંથી ફસાયેલા વ્યકિતનું દિલધડક કરાયું રેસ્ક્યું, જૂઓ વીડિયો...

ભાવનગરમાં વરસાદી સાંજઃ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગરમાં સાંજે સાત વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો. રવિવારે સાંજ સુધીમાં ભાવનગરમાં 19 મીમી વરસાદ થયો હતો. જોકે, રવિવારે છેલ્લા 24 કલાકમાં ભાવનગરની આસપાસના પાંચ તાલુકામાં મેઘકૃપા થઈ હતી. ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ જોઈને 108 તથા NDRFની ટીમને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.