ETV Bharat / city

મારી એક ભૂલના કારણે મારો સમગ્ર પરિવાર કોરોનાની ઝપટમાં આવ્યો: MLA લલિત વસોયા

author img

By

Published : Apr 19, 2021, 1:13 PM IST

ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કોરોનાગ્રસ્ત થયા છે, હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યાંથી તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કોરોના અંગેની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી તે દરમિયાન તેઓ ભાવુક પણ થયા હતા.

લલિત વસોયા
લલિત વસોયા
  • મે કોરોના આવ્યો ત્યારથી માસ્ક જ નથી પહેર્યું
  • મે ક્યારેય કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન પણ નથી કર્યું
  • આ સમય સરકારની ટીકા-ટિપ્પણી કરવાનો નથી

રાજકોટ: જીલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસ પાર્ટીના MLA લલિત વસોયા સોશિયલ મીડિયા પર લાઈવ થઈને એક વિડિઓ શેયર કર્યો હતો. જેમાં તેઓ ભાવુક થયા હતા, સાથે જ કોરોના વાયરસ અંગેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. હાલ તેઓ પોતે પણ કોરોનાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓએ કોરોના આવ્યો ત્યારથી ક્યારેય માસ્ક નહોતું પહેર્યું. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે, જ્યારે વિધાનસભામાં પણ વિધાનસભા અધ્યક્ષ દ્વારા માસ્ક પહેરવાનું કહેવામાં આવતા તેમની પણ અવગણના કરી હતી અને પોતે એ પણ કબુલ્યું હતું કે, તેમણે ક્યારેય પણ કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન નહોતું કર્યું. સાથે તેમણે એ પણ જણાવ્યું કે, તેમની એક ભૂલના કારણે તેમનો સમગ્ર પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયો છે.

આ પણ વાંચો:ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને થયો કોરોના

દરેક લોકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ

સોશિયલ મીડિયાના માધ્યમથી MLA લલિત વસોયાએ અપીલ કરી કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દરેક લોકાએ કોરોના ગાઇડલાઇનનું પાલન અચૂક કરવું જોઈએ.આ સાથે તેઓએ રાત્રિ દરમિયાન ધોરાજી-ઉપલેટા ખાતે ઓક્સિજનની અછત અંગે એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યા અને ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીનો સંપર્ક કર્યો હતો. તેમણે તાત્કાલિક અસરથી રાતના સમયમાં પણ મહેનત કરી જરૂરિયાત મુજબ 21 બોટલ પુરી પાડી સરાહનીય કામગીરી કરી હતી. જેને લોકો સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી બિરદાવી હતી, ઉપરાંત તેમણે જણાવ્યું કે, તંત્ર અને સરકારની અનેક ભૂલો છે. પરંતુ તેમની ટીકા કરવા બદલે સાથ અને સહકાર આપી આ કોરોના મહામારીનો સામનો કરવા લોકોને અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.