- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- રાજકોટમાં AAPનો મૅનિફેસ્ટો જાહેર
- દિલ્હી મોડેલ જેવા છે મૅનિફેસ્ટો
રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાનો ત્રિપાખીઓ જંગ જામ્યો છે. રાજકોટ મનપામાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જે અંતર્ગત રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા મનપા ચૂંટણીને લઈને મૅનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ, આરોગ્ય, વેરો વગેરે મુદ્દાઓ સામેલ
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા મૅનિફેસ્ટોમાં શિક્ષણના મુદ્દા પર વધુ ધ્યાન આપ્યું છે. જેમાં શિક્ષણનો આભાવ હોવાથી પ્રથમ શિક્ષણ, આરોગ્ય, વેરો, પર્યાવરણ, પાર્કિંગ, પરિવહન, જન સુવિધાઓ વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે સરકારી શાળાનું નવીનીકરણ, મહોલ્લા ક્લિનિક, વેરામાં 50 ટકા રાહત, ટ્રાફિક સમસ્યાનો હલ સહિતના મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હી મોડેલના આધારે આ તમામ મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે.
દિલ્હી મોડેલ જેવો મૅનિફેસ્ટો
આ અંગે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને લોકોના પ્રશ્નનું ધ્યાને રાખી મૅનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી કોઇ ખોટા વાયદાઓ કર્યા નથી. દિલ્હીના કામને જોઇને અમે મુદ્દાઓ જાહેર કર્યા છે. દિલ્હીમાં 5 વર્ષના શાસનમાં જે આમ આદમી પાર્ટી કરી બતાવ્યું તે ભાજપના સાશનમાં અહીંયા કેમ ન થઇ શકે. દિલ્હીમાં જે કરીને બતાવ્યું છે તે જ અમે મૅનિફેસ્ટો જાહેર કર્યો છે.