રાજકોટ: રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બૉમ્બ બાદ જાણે રાજ્ય સરકાર હવે જાગી હકી તેવી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે જેમના નામ સાથે ગૃહપ્રધાનને પત્ર લખવામાં આવ્યો હતો એવા મહેશ સખીયાનું નિવેદન વિકાસ સહાયની હાજરીમાં નિવેદન (Mahesh Sakhiya Statement Taken ) લેવામાં આવ્યું છે. જયારે આ મામલે આજે મહેશ સખીયા દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Rajkot Police Commissioner : "મારા અને મારી રાજકોટ પોલીસ પર લાગેલા આરોપ અંગે કઈ નહિ બોલું" : મનોજ અગ્રવાલ
મહેશ સખીયાનું નિવેદન લેવામાં આવ્યું
સમગ્ર મામલે મહેશ સખીયાના ભાઈ જગજીવન સખીયાએ મીડિયાને જણાવ્યું હતું કે અમારું નિવેદન પોલીસ અધિકારી દ્વારા લેવામાં આવ્યું છે. જેમને અમને સાંભળ્યા અને અમને પણ આ નિવેદન બાદ કાર્યવાહી થશે તેવો સંતોષ છે. જ્યારે ગઈકાલે સવારે અમને આ મામલે ફોન (Rajkot CP Extortion Money Case 2022) આવ્યો હતો અને અમે અહીંથી ગયા હતાં. જ્યારે ત્યાં વિકાસ સહાય સહિતના ત્રણ અધિકારીઓ હતાં જેમની સામે અમે નિવેદન (Mahesh Sakhiya Statement Taken ) આપ્યું છે. અમારી નિવેદન આપવાની પ્રક્રિયા અંદાજીત 8 કલાક જેવી ચાલી હતી. જેમાં હું, મહેશ સખીયા, કિસન અમે ત્રણ લોકો હતાં.
આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: ધારાસભ્ય ગોવિંદ પટેલ મનોજ અગ્રવાલ સામે લખેલા પત્ર અંગે સરકારને કરશે રજૂઆત
પૈસા જે સાક્ષીની હાજરીમાં અપાયાં તેનું પણ નિવેદન લેવાયું
જગજીવનભાઈએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. તેને લઈને પોલીસ દ્વારા મારી પાસે છેતરપિંડીના 15 ટકા માંગવામાં આવ્યા હતાં અને મેં પોલીસને રૂ 75 લાખ આપ્યા હતાં. જેની વિગતો અને તારીખ સાથે મેં અન્ય ત્રણ લોકોએ નિવેદન આપ્યું છે. જ્યારે પોલીસને (Rajkot CP Extortion Money Case 2022 ) પૈસા આપતાં સમયે મારી સાથે જે સાક્ષી હતાં તેમનું પણ નિવેદન (Mahesh Sakhiya Statement Taken ) વિકાસ સહાયની સામે લવામાં આવ્યું છે. જ્યારે હું હજુ પણ એ સાક્ષીનું નામ મીડિયા સમક્ષ નહીં મુકું. પરંતુ જ્યારે મેં પોલીસને જ્યાં જ્યાં અને જેવી રીતે પૈસા આપ્યાં ત્યારે આ સાક્ષી પણ તે સમયે મારી સાથે હાજર હતાં.