- રાજકોટમાં કોરોના કહેર
- રિક્ષામાં ઓક્સિજન બાટલા સાથે રઝળતા દર્દીઓ
- સિવિસ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો
રાજકોટઃ રાજકોટમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે હાલ દરરોજના 60થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય તંત્ર કોરોનાનો સામનો કરવામાં પાંગળુ સાબિત થયું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ રિક્ષા તેમજ ખાનગી વાહનોમાં ઓક્સિજનના બાટલા સાથે સારવાર માટે આવી પહોંચ્યા હતા. જે દૃશ્ય જોઈને લાગ્યું છે કે આરોગ્ય તંત્ર હાલ નબળુ પુરવાર થઈ રહ્યું છે.
દરરોજ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો
સિવિલ હોસ્પિટલ બહાર દરરોજ એમ્બ્યુલન્સની મોટી કતારો જોવા મળે છે. ત્યારે ખાનગી વાહનોમાં પણ લોકો મોટી સંખ્યામાં આ લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. દર્દીઓની હાલત એટલી કફોડી બની છે કે તેઓ ઓક્સિજનના બાટલા સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં આરોગ્યની સ્થિતિ કથળી હોવાનું આ ઘટનાઓ પરથી સાબિત થઇ રહ્યું છે. એક બાજુ સરકાર દ્વારા ક્યાંકને ક્યાંક તમામ લોકોની સારવાર યોગ્ય કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો હોસ્પિટલ બહાર સામે જોવા મળી રહ્યા છે.