ETV Bharat / city

રાજકોટમાં સ્માશાન ગૃહમાં લાગી મૃતદેહોની લાંબી લાઈન - Lines in the cemetery

રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દિનપ્રતિદિન કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. શહેરોની હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી ગઈ છે તો બીજી બાજૂ કોરોના મૃત્યુદરમાં પણ વધારો થયો છે

rajkot
રાજકોટમાં સ્માશાનગૃહમાં લાગી લાંબી લાઈનો
author img

By

Published : Apr 9, 2021, 7:59 PM IST

  • રાજ્યામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
  • અંતિમવિધિ માટે સ્મશાનમાં લાંબી લાઇન
  • અંતિમ સંસ્કાર માટે જોવી પડે છે 2 થી 3 કલાકની રાહ

રાજકોટ: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દિનપ્રતિદિન કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. શહેરોની હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી ગઈ છે તો બીજી બાજૂ કોરોના મૃત્યુદરમાં પણ વધારો થયો છે. શહેરોના સ્મશાનગૃહમાં અંતિમવિધી માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. એવામાં રાજકોટમાં પણ હાલત કફોડી જોવા મળી છે.

24 કલાકમાં 34 મોત

શુક્રવારે 24 કલાકમાં રાજકોટ શહેરમાં 34 મોત થયાનું સામે આવ્યું છે. રાજકોટના સ્મશાનગૃહમાં અંતિમ શનશકાર કરવા માટે પણ કતારમાં ઉભું રહેવું પડે છે.રાજકોટ સરકારી ચોપડે અને સ્મશાનના આંકડા માં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ સ્મશાનમાં એક જ દિવસમાં 50 થી વધુ લોકોની અંતિમ વિધી કરવામાં આવી હતી તો સરકારી ચોપડે 31 મોત જાહેર કર્યા હતા.

રાજકોટમાં સ્માશાનગૃહમાં લાગી લાંબી લાઈનો

આ પણ વાંચો : કોરોનાના વધતા કેસોની સામે ઉપલેટાના વેપારીઓ પાળશે સ્વયંભૂ બંધ

સ્મશાન અંતિમવિધિના આંકડા

  • રામનાથપરા પરા સ્મશાન માં 11
  • મવડી સ્મશાનમાં 12
  • મોટામવા સ્મશાનમાં 10
  • બાપુનગર સ્મશાનમાં 13

કબ્રસ્તાનમાં કોવિડગાઇડ લાઈનથી 4 દફનવિધિ કરી

મોડી રાત સુધી સ્મશાનમાં અંતિમવિધિ માટે લાઈનો લાગી હતી, જ્યાં એક એમ્બ્યુલન્સમાં બે-બે મૃતદેહ આવે છે. ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં વેઇટિંગ વધતાં તંત્ર દ્વારા લાકડાંમાં અગ્નિ સંસ્કાર કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી, પણ ત્યાં પણ વેઇટિંગ છે. મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. જ્યારે હોસ્પિટલની પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાતા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : કાગવડ પાસે બાયોડીઝલમાં ગેરરીતિ, 2.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો

સામાન્ય દિવસો કરતાં પાંચ ગણા વઘારે મૃતદેહો ને અંતિમ વિધિ કરવામાં આવી

સામાન્ય દિવસો કરતાં પાંચ ગણા વઘારે મૃતદેહો ને અંતિમ વિધિ કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા ચોપડે ઓછા મોત બતાવામાં આવી રહયા છે.તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંકડાનો ખેલ ખેલી રહી છે, પરંતુ સામાન્ય દિવસોમાં જે સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચતા હતા એના કરતાં પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી એ એક મોટો સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.