રાજકોટ દર વર્ષની માફક આ વર્ષે પણ સિંહ પરિવાર ગોંડલ પંથકમાં આવી પોહચ્યો છે. જેમાં ગોંડલ તાલુકાના હડમડીયા ગામે રેવન્યુ સર્વે નંબરમા સિંહે બે બે આખલાનું મારણ (Lion Family Prey two Bulls ) કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગત રાત્રીના એક સિંહણ અને બે બચ્ચા સુલતાનપુરની સિમમાં વાડીમાં કપાસમાં (Lion Family Prey two Bulls in Gondal Ditrict) દેખાયા હોવાની પણ વિગતો સામે આવી છે.
ગોંડલ ફોરેસ્ટ વિભાગ જેમાં સિંહ દેખાતા જ ગોંડલ ફોરેસ્ટ વિભાગના (Gondal Forest Division) કર્મચારીઓ ( Gondal Forest Department Employees) ઘટના સ્થળે પહોંચ્યા છે. સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું છે જેને લઈને આસપાસના પંથકના ખેડૂતો તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ઘટનાને લઈને વન વિભાગ પણ હાલ આ ગામ પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેતરમાં સિંહ પરિવાર સિંહે ગામના (lion came to Hadmadiya village)પશુઓનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ (lion killed animals)સર્જાયો હતો. જોકે રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર અને હડમતીયા ગામમાં (Sultanpur and Hadmadiya village of Gondal ) સિંહ પરિવારના ધામાની નાંખ્યા હતા. જેમાં એક ખુલ્લા ખેતરમાં સિંહ પરિવાર બે આખલાનું મારણ કરી રાજાશાહી ભોજન લીધું હતું.