- રાજવી પરિવારની અબજોની મિલકતનો મામલો
- સીટની રચના કરવાની કુમાર રણશૂરવીરસિંહની માગ
- બહેન બાદ ભત્રીજાએ પણ મિલકત વિવાદમાં ઝૂકાવ્યું
રાજકોટઃ બહેન બાદ ભત્રીજા દ્વારા પણ વારસાઈ મિલકત મામલે દાવો કરવામાં આવતા રાજવી પરિવારની મિલકતનો વિવાદ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. જ્યારે આ મામલે આજે રાજકોટમાં રણશૂરવીર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમજ મિલકત મામલે વધુ ખુલાસો કરવામાં આવ્યો હતો.
રાજવી પરિવારના મિલકત મામલે સીટની રચનાની માગ
રાજવી પરિવારના રણશૂરવીર સિંહ દ્વારા પરિવારની વારસાઈ મિલકત મામલે વહીવટી તંત્રના અધિકારીઓ પણ પર પણ આક્ષેપો કર્યા છે. જ્યારે આ મામલો વર્ષ 2016થી અપીલમાં છે. જેનો હજુ સુધી નિકાલ આવ્યો નથી. આ સાથે જ રાજવી પરિવારના રણશૂરવીરસિંહ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ રાજવી પરિવારની મિલકત વિવાદ મામલે યોગ્ય તપાસ થાય તે માટે સીટની રચનાની કરવાની પણ માગ કરવામાં આવી છે. જેમાં અધિકારીઓ દ્વારા આ મામલે રૂ.10 કરોડની માગણી કરવામાં આવી હોવાનું પણ રાજકુમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે રાજવી પરિવારની મિલકતના મામલે એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કત વિવાદ, 31મીએ મહત્વની સુનાવણી
આ પણ વાંચોઃ રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કતનો મામલો, અંબાલાદેવીના તરફેણમાં આવ્યો ચુકાદો