ETV Bharat / city

Karnataka Minister in Rajkot: કર્ણાટકના પશુપાલન પ્રધાન રાજકોટમાં, વિવિધ ગૌશાળાની કરી મુલાકાત - કર્ણાટકમાં ગુજરાત મોડલ

કર્ણાટક રાજ્યના કેબિનેટ પશુપાલન પ્રધાન પ્રભુ ચૌહાણ હાલ દેશના વિવિધ રાજ્યોના પ્રવાસે છે ત્યારે તેઓ આજે રાજકોટ (Karnataka Minister in Rajkot) ખાતે આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કર્ણાટકમાં ગુજરાત મોડલ (Gujarat model in Karnataka) અપનાવશું. કર્ણાટકમાં પશુઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે.

Karnataka Minister in Rajkot: કર્ણાટકના પશુપાલન પ્રધાન રાજકોટમાં, વિવિધ ગૌશાળાની કરી મુલાકાત

author img

By

Published : Dec 30, 2021, 9:08 PM IST

Updated : Dec 30, 2021, 10:39 PM IST

રાજકોટ: કર્ણાટક રાજ્યના કેબિનેટ પશુપાલન પ્રધાન પ્રભુ ચૌહાણ હાલ દેશના વિવિધ રાજ્યોના પ્રવાસે છે ત્યારે તેઓ આજે રાજકોટ (Karnataka Minister in Rajkot) ખાતે આવી પહોંચ્યા હતા. રાજકોટ તેમજ જામનગર ખાતે તેમણે વિવિધ ગૌશાળાની મુલાકાત કરી હતી અને રાજકોટ ખાતે પત્રકાર પરિષદ (Prabhu chauhan press conference) યોજી હતી. જેમાં તેમણે પોતાના રાજ્યમાં મુખ્યતવે ગાય માટે કરેલા વિવિધ કામો અને વિવિધ પશુ પ્રાણીઓ માટે બનાવેલી યોજનાઓ અંગેની માહિતી આપી હતી. જ્યારે તેઓએ રાજકોટમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Karnataka Minister in Rajkot: કર્ણાટકના પશુપાલન પ્રધાન રાજકોટમાં, વિવિધ ગૌશાળાની કરી મુલાકાત

કર્ણાટકમાં ગુજરાત મોડલ અપનાવશું: કેબિનેટ પ્રધાન

કર્ણાટકના કેબિનેટ પ્રધાન પ્રભુ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કર્ણાટકમાં ગુજરાત મોડલ (Gujarat model in Karnataka) અપનાવશું. કર્ણાટકમાં પશુઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જ્યારે ખાનગી અને સરકારી ગૌશાળાઓ ઉભી કરી છે. આ સાથે ગૌહત્યા માટે કડક કાયદાનું પણ નિર્માણ કર્યું છે. હાલમાં અમે અમારા રાજ્યમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે દૂધ ઉત્પાદકોને એક લીટરે પ્રોત્સાહન રૂપે 5 રૂપિયા આપીએ છીએ. જ્યારે અમારા મોટભાગના દૂધ ઉત્પાદકો અમારી વિવિધ સ્થાનિક મંડળીઓ સાથે જોડાયેલા છે.

પશુઓ માટે ખાસ બે હેલ્પલાઇન નંબર

સામાન્ય રીતે પશુઓ રોડ રસ્તાઓ પર રખડા ભટકતા હોય છે. જ્યારે આ પશુઓ કોઈને જો નડે તેમ હોય અને રસ્તા પર સમસ્યા ઉભી થાય તો તેના માટે અમારા રાજ્યમાં બે હેલ્પલાઇન નંબર (Animal helpline no) જાહેર કરવામાં આવ્યા છે. આ નંબર પર જે વ્યક્તિ ફોન કરશે એટલે તરત જ અમારા કર્મચારીઓ જે તે પશુને પહેલા ખાનગી હોસ્ટેલમાં ખસેડશે. જો તેઓ આ પશુ ન રાખવા માંગતા હોય તો અમે સરકારી હોસ્ટેલ પણ બનાવી છે, ત્યાં આ પશુઓને રાખવામાં આવશે.

આ પણ વાંચો: Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

આ પણ વાંચો: 31st Celebration 2021: અમદાવાદની પોલીસ સતર્ક, 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જવાનો તૈનાત

Last Updated : Dec 30, 2021, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.