- કોરોનાની ચેઈન તોડવા જેતપુર APMC બંધ રાખવાનો કરાયો નિર્ણય
- 25 એપ્રિલ સુધી જેતપુર APMCમાં હરાજી રહશે બંધ
- યાર્ડમાં આવેલી મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી
રાજકોટ: રાજ્યમાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. રાજ્યમાં સ્મશાનો અને કબ્રસ્તાનોમાં લાઈનો લાગી છે, ત્યારે આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના જેતપુરના APMC એટલે કે માર્કેટ યાર્ડ આગામી 25 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય APMC અને વેપારી એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા
બંધને જેતપુર APMCમાં સારો પ્રતિસાદ મળ્યો
કોરોના વાઈરસના કહેરને આગળ વધતો અટકાવવા માટે વેપારી મંડળો દ્વારા APMC બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેનો જેતપુર APMCમાં સારો પ્રતિસાદ મળ્યો છે. યાર્ડમાં આવેલી મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી.
આ પણ વાંચો : કડીમાં TDO દ્વારા આગામી 3 દિવસ બજારો બંધ રાખવા આદેશ
ખેડૂતોને નવી જણસી ન લાવવા કરવામાં આવી અપીલ
જેતપુર APMC દ્વારા 25 એપ્રિલ સુધી માર્કેટ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા અટકાવવામાં આવી છે. સાથે જ જે ખેડૂતોની જણસી માર્કેટ યાર્ડમાં પડેલી છે, તેનો ખેડૂતોએ યોગ્ય નિકાલ કરવો તેમજ નવી જણસી ન લાવવાની અપીલ જેતપુર APMC દ્વારા કરવામાં આવી છે.