ETV Bharat / city

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવશે: જયેશ રાદડિયા

આજે ગુરુવારે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજકોટ જિલ્લા પંચાયતમાં અને તેના હેઠળ આવતી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવવાની આશા વ્યક્ત કરી હતી.

જયેશ રાદડિયાએ કહ્યું રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવશે

author img

By

Published : Feb 11, 2021, 9:44 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • કેબિનેટ પ્રધાન જયેશ રાદદિયાએ મીડિયા સાથે કરી વાતચીત
  • જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો

રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આજે ગુરુવારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇને રાજકોટ જિલ્લામાં ભાજપમાં ખુશીનો માહોલ છવાયો છે. આ અંગે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતમાં અને તેના હેઠળ આવતી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આગામી દિવસોમાં આવશે. તેમજ તેના જીત માટેની અત્યારથી જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જયેશ રાદડિયાએ કહ્યું રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવશે

રાજકોટ જિલ્લા પંચાયતમાં આવશે ભાજપનું શાસન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ છે. જેમાં રાજકોટ મનપા, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ એક ગોંડલ નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાવાની છે, ત્યારે આજે ગુરુવારે પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 36 બેઠકો માટે 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે. જેને લઇને રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ફરીથી ધમધમી ઉઠ્યું હતું. જિલ્લા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. જેને લઇને એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષ દ્વારા કબ્જે કરવામાં આવી હતી, ત્યારે હવે ચૂંટણીઓ જાહેર થતાં ફરી ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.