- મનસુખ માંડવિયાએ આજે રાજકોટથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી
- જન આશીર્વાદ યાત્રા એરપોર્ટ ખાતેથી શરૂ થઈ હતી
- મનસુખ માંડવિયાએ કર્ણાટકના પૂર્વ ગવર્નર એવા વજુભાઈ વાળા સાથે પણ મુલાકાત કરી
રાજકોટ: કેન્દ્ર સરકારના કેબીનેટ પ્રધાનમાં સ્થાન મળ્યા બાદ મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ આજે રાજકોટથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી. જન આશીર્વાદ યાત્રા એરપોર્ટ ખાતેથી શરૂ થઈ હતી. જે દરમિયાન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું રાજકોટ મહાનગરપાલિકાના અલગ-અલગ વોર્ડમાં ભાજપના હોદ્દેદારો અને નગરસેવકોએ અનોખું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો- ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે અમિત ચાવડાના પ્રહાર - "સરકાર લાજવાના બદલે ગાજે છે"
જન આશીર્વાદ યાત્રા સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં ફરવાની છે
યાત્રાની શરૂઆત દરમિયાન મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ ગવર્નર એવા વજુભાઈ વાળા સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાનો સાથે રાજકોટમાં બેઠક યોજી હતી. રાજકોટથી શરૂ થયેલી આ જન આશીર્વાદ યાત્રા સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં ફરવાની છે.
માંડવિયાએ પાટીદારો સાથે બેઠક યોજી
જન આશીર્વાદ યાત્રા દરમિયાન મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જે બેઠક ગુજરાતની આગામી ધારાસભ્યની ચૂંટણી પહેલાની મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં મનસુખ માંડવિયાએ પાટીદારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં બનાવીને વિશ્વભરમાં સરદાર પટેલનું નામ પ્રસિદ્ધ કર્યું છે.
પાટીદાર વિસ્તાર એટલે ભાજપનો જ મત વિસ્તાર હજુ પણ માનવામાં આવે છે
જ્યારે મનસુખ માંડવિયાએ સંબોધન કરતા પૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. આ સાથે જ ભાજપમાં પાટીદારોને પ્રભુત્વ પ્રતિનિધિત્વ મળ્યું હોવાની પણ તેમણે વાત કરી હતી. જ્યારે સંબોધનમાં તેમને એ પણ જણાવ્યું હતું કે, પાટીદાર વિસ્તાર એટલે ભાજપનો જ મત વિસ્તાર હજુ પણ માનવામાં આવે છે.
વજુભાઇ વાળના લીધા આશિર્વાદ
મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ રાજકોટમાંથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી હતી. જે દરમિયાન વિવિધ વિસ્તારમાં તેમનું ભાજપના પદાધિકારીઓ અને નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ યાત્રા દરમિયાન તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ એવા વજુભાઈ વાળાના આશીર્વાદ લેવા માટે પણ પહોંચ્યા હતા. જ્યાં તેમને વજુભાઈ વાળા સાથે પણ થોડો સમય વિતાવ્યો હતો અને તેના ખબર અંતર પૂછ્યા હતા. જન આશીર્વાદ યાત્રામાં ગાડીઓનો કાફલો મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો- લીંબડીમાં જન આશીર્વાદ યાત્રામાં હાજરી આપતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી
જનતાના આશીર્વાદ અમારા માટે સર્વોપરી: માંડવિયા
મનસુખ માંડવિયા(Mansukh Mandvia)ની જન આશીર્વાદ યાત્રા રાજકોટ એરપોર્ટ ખાતેથી શરૂ થઈ હતી. આ સાથે જ તેઓ જ્યારે એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર મોદી 2ના માધ્યમથી જનતાની સેવા કરી રહી છે. જ્યારે તે સમગ્ર દેશને પોતાનો પરિવાર માને છે. જ્યારે કેટલીક પોલિટિકલ પાર્ટીમાં પરિવાર એ પાર્ટી હોય છે અને એટલા માટે જ જનતાના આશીર્વાદ એ અમારા માટે સર્વોપરી છે.