ETV Bharat / city

કાગવડ પાસે બાયોડીઝલમાં ગેરરીતિ, 2.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો

author img

By

Published : Apr 7, 2021, 11:58 AM IST

રાજકોટમાં જેતપુર તાલુકાના કાગવડ ગામની ચોકડી પાસે આવેલા પવન બાયોડીઝલ નામના પંપ પર પેટ્રોલિયમ પેદાશમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી. એટલે તંત્ર દ્વારા આ બાયોડીઝલ પંપ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

  • જેતપુર-રાજકોટ હાઈવે પર ખૂણે ખાંચકે અઢળક જોવા મળે છે જ્વનલશીલ પદાર્થ વેચતા પંપ
  • બાયોડીઝલના નામે જ્વનલશીલ પદાર્થ વેચતા પંપમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ
  • જેતપુર-રાજકોટ હાઈવે પર આવેલા પવન બાયોડિઝલ નામથી ચાલતો પંપ સીઝ કરાયો

રાજકોટ: જેતપુર-રાજકોટ હાઈવે પર બાયોડીઝલના નામે ચાલતા પંપમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કાગવડના પાટિયા પાસે બાયોડીઝલ પંપમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના આધારે તંત્રએ રેડ કરતા ગેરરીતિ ખૂલી સામે આવી હતી.

આ પણ વાંચોઃ કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં પુરવઠા અધિકારીએ છાપો માર્યો, ઘઉં-ચોખાનો જથ્‍થો સીઝ કરાયો

જેતપુર તાલુકાના કાગવડ ગામની ચોકડી પાસે આવેલા પવન બાયોડીઝલ નામથી ચાલતા પંપ પર પેટ્રોલીયમ પેદાશોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે તાલુકા મામલતદાર ડી. એ.ગિનીયા, વી.એમ. કારિયા (મામલતદાર), જે. આર. ગોહિલ, HPCL ફિલ્ડ ઓફિસર બિરજૂપ્રસાદ શાહુ, એન. કે. લાખાણી, કે. યુ. જાડેજા, એમ. એચ. લાલસરા, કે. એમ. ચાવડાએ પવન બાયોડીઝલ પંપમાં ચેકિંગ કરતા આ પેઢીની 23 જૂન 2020ના રોજ 7.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ સાથે જ પ્રમાણપત્રો, હિસાબ અને લાયસન્સ વગર અહીં વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે કુલ 2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

તંત્રએ કામગીરી દરમિયાન પેટ્રોલિયમ પ્રવાહી 2,000 લીટર કિંમત 1.16 લાખ રૂપિયા, 15,000 લીટરની લોખંડની ટાંકી 1 કિં. 50,000 રૂપિયા, ડિસ્પેસિંગ યુનિટ-1 70,000 રૂપિયા મળી કુલ 2.36 લાખ રૂપિયાનો મુદામાલ સીઝ કર્યો હતો.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ખનીજ માફિયા બેફામ, ખનીજ વિભાગે રોયલ્ટી ચોરીનો 16 લાખ દંડ વસૂલ્યો

પંપના માલિક સામે પોલીસે કાર્યવાહી કરી

પેઢીના માલિક સોએબ સલીમભાઈ સોલંકીની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવા બદલ વિરપુર પોલીસમાં તેની વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.