રાજકોટઃ જિલ્લા SP બલરામ મીણા દ્વારા રાજકોટ રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી કરી છે, જેમાં ગોંડલ સિટી PI કે.એમ.રામાનુજને સિટી PI ચાર્જમાંથી મુક્ત કરાયા છે જ્યારે ગોંડલ તાલુકામાંથી PSI એ.વી.જાડેજાને બદલી કરી ગોંડલ સિટીમાં ચાર્જ સોપાયો છે.
આટકોટ PSIમાં ફરજ બજાવતા કે.પી.મેતાની ગોંડલ તાલુકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે PSI જે.વી. વાઢીયાને આટકોટ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને જેતપુર PSI તરીકે ફરજ બજાવતા આર.એલ.ગોયલની ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.