રાજકોટ: પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના વિવિધ પોલીસ મથકમાં અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અલગ અલગ ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકના જવાનોની આંતરિક બદલી કરી છે. રાજકોટમાં 77 જેટલા પોલીસ કર્મીઓની અલગ અલગ શાખામાં બદલી કરવામાં આવી છે.
જેમાં શહેરનું આખું પોલીસ માળખું બદલાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી પ્રક્રિયા મુજબ એક જ જગ્યાએ લાંબો સમય ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઘણા નવી ભરતીના પણ પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકીસાથે 77 જેટલા પોલીસ કર્મીઓની બદલીઓ ઓર્ડર નીકળતા પોલીસ બેડામાં પણ દોડાદોડી જોવા મળી રહી છે.