- ભાદર ડેમમાં મોસમનો કુલ વરસાદ 94 mm
- મોજ ડેમમાં જીવંત જળ સપાટી 34.40 ફૂટ
- રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ 33.83 ટકા પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ
રાજકોટ: વરસાદને પગલે રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. અહીં વરસાદી માહોલ વચ્ચે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જળાશયોમાં નવા નીરની આવક થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આજી -1 ડેમમાં મોસમનો કુલ વરસાદ 275 mm
રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ભાદર ડેમમાં મોસમનો કુલ વરસાદ 94 મી.મી. સાથે જીવંત જળ સપાટી 18.60 ફૂટ, મોજ ડેમમાં મોસમનો કુલ વરસાદ 460 mm સાથે જીવંત જળ સપાટી 34.40 ફૂટ, ફોફળ ડેમમાં મોસમનો કુલ વરસાદ 183 mm સાથે જીવંત જળ સપાટી 10.10 ફૂટ, વેણુ-2 ડેમમાં મોસમનો કુલ વરસાદ 185 mm સાથે જીવંત જળ સપાટી 16.40 ફૂટ, આજી -1 ડેમમાં મોસમનો કુલ વરસાદ 275 મી.મી. સાથે જીવંત જળ સપાટી 16.30 ફૂટ, આજી-2 ડેમમાં મોસમનો કુલ વરસાદ 350 મી.મી. સાથે જીવંત જળ સપાટી 28.40 ફૂટ, આજી-3 ડેમમાં મોસમનો કુલ વરસાદ 135 મી.મી. સાથે જીવંત જળ સપાટી 21.80 ફૂટ, સોડવદર મોસમનો કુલ વરસાદ 300 mm સાથે જીવંત જળ સપાટી ફૂટ 14.60 ફૂટ પાણી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: રાજકોટ: ભાદર ડેમમાં 3.5 ફૂટ નવા નીરની આવક શરૂ, ઓવરફ્લો થવામાં માત્ર 4 ફૂટ બાકી
ન્યારી - 2 ડેમમાં જીવંત જળ સપાટી 14.10 ફૂટ
સુરવો ડેમમાં મોસમનો કુલ વરસાદ 169 mm સાથે જીવંત જળ સપાટી 8.40 ફૂટ, ગોંડલી મોસમનો કુલ વરસાદ 160 mm સાથે જીવંત જળ સપાટી 5.60 ફૂટ, વેરી મોસમનો કુલ વરસાદ 300 mm સાથે જીવંત જળ સપાટી 9.10 ફૂટ, ન્યારી -1 ડેમમાં મોસમનો કુલ વરસાદ 107 mm સાથે જીવંત જળ સપાટી 18.20 ફૂટ, ન્યારી - 2 ડેમમાં મોસમનો કુલ વરસાદ 115 mm સાથે જીવંત જળ સપાટી 14.10 ફૂટ, ફાડદંગબેટી મોસમનો કુલ વરસાદ 190 mm સાથે જીવંત જળ સપાટી 1.40 ફૂટ, લાલપરી મોસમનો કુલ વરસાદ 290 mm સાથે જીવંત જળ સપાટી 10 ફૂટ, ભાદર - 2 ડેમમાં મોસમનો કુલ વરસાદ 210 mm સાથે જીવંત જળ સપાટી 12.80 ફૂટ, કર્ણકી મોસમનો કુલ વરસાદ 290 mm સાથે જીવંત જળ સપાટી 10.20 ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ 33.83 ટકા પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો: ભરૂચ નજીક નર્મદા નદીમાં નવા નીરની આવક, સ્થાનિકોમાં ખુશીની લહેર