- ગોંડલ માર્કેટ યાર્ડમાં 1 લાખ મગફળી ગુણીની આવક
- જાડી મગફળીના 20 કિલોના 725 થી 1121
- ઝીણી મગફળીના 725 થી 1111 સુધીના ભાવ બોલાયા
રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે, ત્યારે ગોડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળાએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં તારીખ 24 ના રોજ રાત્રે મગફળીની 1 લાખ ગુણીની આવક નોંધાઇ છે. આ અગાઉ 2 લાખ આજુ બાજુ ગુણીની આવક કરતા હાલમાં આવકમાં ઘટાડો થયો છે.
મગફળીની 1 લાખ ગુણીની આવક થતાં આવક બંધ કરાઇ
માર્કેટ યાર્ડની હરાજીમાં જાડી મગફળીના 20 કિલોના 725 થી 1121 તેમજ ઝીણી મગફળીના 725 થી 1111 સુધીના ભાવ બોલાયા હતા. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંઘ કરવામાં આવી છે.