ETV Bharat / city

Murder: રાજકોટમાં દારૂના નશામાં ધૂત પિતાએ પોતાના 8 વર્ષના બાળકને ઢોર માર મારતા બાળકનું મોત

રાજકોટમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ પોતાના 8 વર્ષના બાળકને લાકડીથી માર મારતા બાળકનું મોત થયું છે. જોકે, બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાળકને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે, બાળકનું મૃત્યુ થયું હતું.

Murder: રાજકોટમાં દારૂના નશામાં ધૂત પિતાએ પોતાના 8 વર્ષના બાળકને ઢોર માર મારતા બાળકનું મોત
Murder: રાજકોટમાં દારૂના નશામાં ધૂત પિતાએ પોતાના 8 વર્ષના બાળકને ઢોર માર મારતા બાળકનું મોત
author img

By

Published : Jul 15, 2021, 4:55 PM IST

  • રાજકોટમાં નશામાં ધૂત પિતાએ 8 વર્ષના પૂત્રની હત્યા કરી
  • બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું
  • આરોપી પિતા કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે

રાજકોટ: દારૂના નશામાં લોકો કંઈ પણ કરી નાખે છે ત્યારે રાજકોટમાં તો દારૂના નશામાં ચૂર એક પિતાએ પોતાના જ 8 વર્ષના બાળકને ઢોર માર મારી તેની હત્યા કરી નાખી હતી. બાળકને ઢોર માર મરાતા તેની તબિયત લથડી હતી. એટલે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. જોકે, લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, દારૂના નશામાં ચૂર પિતાએ બાળકને ઢોર માર મારતા બાળકનું મોત થયું છે. આ મામલે 8 વર્ષના બાળકનું પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તે દરમિયાન બાળકનું કયા કારણોસર મોત થયું છે તે સામે આવશે.

આ પણ વાંચો- કાલાવડમાં યુવકને ઢોર માર મારવાના કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

આરોપી મારવેલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા રાણીટાવર નજીકની નંદનવન સોસાયટીમાં મારવેલ હોસ્પિટલમાં સિક્યુરિટીની નોકરી કરતા મૂળ નેપાળના સિદ્ધરાજ ભૂલે પોતાનો 8 વર્ષનો પૂત્ર સૌરભ તોફાન કરતો હોવાથી તેને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ બાળક બાળકની તબિયત બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

આ પણ વાંચો- Narmada murder: તિલકવાડાના માંગુ ગામના 70 વર્ષીય વૃદ્ધની હત્યા

બાળકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયુું

8 વર્ષના બાળકનું માર મારવાના કારણે મોત થયાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમ જ તાલુકા પોલીસે આ બાળકનું મોત કયા કારણોસર થયું છે તે જાણવા માટે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટ કરાવ્યું હતું. જ્યારે બાળકના પિતાએ પોતે બાળકને માર માર્યો હોવાની તાલુકા પોલીસને કબૂલાત આપી હતી.

પતિ દારૂ પીને આવ્યો હતો અને માતા-પૂત્રને માર માર્યો હતો

8 વર્ષના સૌરભનું મોત થયા બાળકની માતાએ જણાવ્યું હતું કે, તેમનો પતિ રાતે 8 વાગ્યાની આસપાસ ચિક્કાર દારૂ પીને આવ્યો હતો. ત્યારબાદ તેણે મને અને મારા પૂત્રને માર માર્યો હતો. ત્યારબાદ હું બિલ્ડીંગમાં કામ માટે ગઈ હતી અને જ્યારે રાત્રે અમે સૂતા હતા. તે દરમિયાન સૌરભની તબિયત અચાનક બગડી જતા તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.