રાજકોટ શહેરમાં સારા વરસાદના કારણે નદી, તળાવ અને જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. તેવામાં ઉપલેટા પંથકના ડેમોમાં (Upleta dam gate open) પાણીની આવક થતા ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને મામલતદાર પોતે નીચાણવાળા વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે વિસ્તારોની મુલાકાત (upleta mamlatdar visits low lying area) લઈને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપી હતી.
ડેમમાં પાણીની સારી આવક ઉપલેટા શહેર તેમ જ ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે. તેના કારણે ઉપલેટા તાલુકાના મોજીરા પાસે આવેલ મોજા ડેમમાં (Upleta dam gate open) તેમ જ ગધેથડ ગાયત્રી આશ્રમ (gadhethad gayatri ashram) પાસે આવેલા વેણુ 2 ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે આ સાથે જ ધોરાજીના ભૂખી પાસે આવેલ ભાદર 2 ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થતા ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
દરવાજા ખોલવા પડ્યા ઉપલેટા પંથકના મોજ અને વેણુ 2 ડેમ તેમ જ ધોરાજીના ભાદર બે ડેમની અંદર પાણીના પ્રવાહમાં વધારો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને ઉપલેટા મામલતદાર દ્વારા નીચાણવાળા તેમજ નદીકાંઠાના વિસ્તારોની મુલાકાત (upleta mamlatdar visits low lying area) કરી અને લોકોને સતર્ક રહેવા અને નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી જવા માટેની સૂચના આપવામાં આવી છે.
તંત્રને એલર્ટ રહેવા સૂચના આ સાથે જ તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકા કચેરી અને ગ્રામ પંચાયત સહિતના સ્ટાફને સતર્ક રહેવા અને એલર્ટ રહેવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે ત્યારે વધુમાં મામલતદાર જણાવ્યું હતું કે તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત સક્રિય (upleta mamlatdar visits low lying area) છે તેવું પણ જણાવ્યું છે.