ETV Bharat / city

નરેશ પટેલે પહેલા કર્યું 'તારીખ પે તારીખ' અને હવે 'મિટિંગ પે મિટિંગ' - Naresh Patel to join Politics

રાજકોટમાં ખોડલધામ ખાતે (Meeting at Khodaldham) નરેશ પટેલ અને આહીર સમાજના આગેવાનો તેમ જ યુવાનો વચ્ચે એક બેઠક (Meeting of Naresh Patel and Ahir Samaj) યોજાઈ હતી. જોકે, આ ફક્ત શુભેચ્છા બેઠક હોવાનું ખોડલધામ ટ્રસ્ટ તરફથી જાણવા મળ્યું હતું.

નરેશ પટેલએ પહેલા કર્યું 'તારીખ પે તારીખ' અને હવે 'મિટિંગ પે મિટિંગ'

author img

By

Published : May 11, 2022, 9:55 AM IST

રાજકોટઃ જિલ્લાના ખોડલધામ ખાતે (Meeting at Khodaldham) નરેશ પટેલ અને આહીર સમાજના આગેવાનો તેમ જ યુવાનો વચ્ચે એક બેઠક યોજાઈ (Meeting of Naresh Patel and Ahir Samaj) હતી. નરેશ પટેલે ફરી એક વાર બંધબારણે બેઠક કરતા તેઓ ચર્ચામાં આવ્યા છે. જોકે, આ શુભેચ્છા બેઠક હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ સાથે થયેલી બંધબારણે બેઠક રાજકારણમાં ગરમાવો લાવી (Naresh Patel to join Politics) રહી છે.

આહીર સમાજના આગેવાનો-યુવાનો સાથે નરેશ પટેલની બેઠક

આ પણ વાંચો- તારીખ પે તારીખનો ખેલ : નરેશ પટેલે પ્રશાંત કિશોર અંગે કહ્યું - "રાજકારણમાં મારી સાથે"

ભાજપના અગ્રણીઓ સાથે એક સ્ટેજમાં દેખાઈ ચૂક્યા છે નરેશ પટેલ - છેલ્લા કેટલાક દિવસથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે (Naresh Patel to join Politics) કે કેમ તે અંગે 'તારીખ પે તારીખ' કરતા રહ્યા છે. જોકે, હવે તેઓ 'બેઠક પે બેઠક' કરી રહ્યા છે. આ પહેલા પણ તેઓ ભાજપના અગ્રણીઓ સાથે એક જ સ્ટેજમાં દેખાયા હતા. બીજી તરફ તેઓ થોડા દિવસ પહેલા દિલ્હી ખાતે કૉંગ્રેસના નેતાઓને મળવા પહોંચ્યા હતા. એટલે લોકો હવે અસમંજસમાં છે કે, નરેશ પટેલ કૉંગ્રેસનો હાથ પકડશે કે, પછી ભાજપનો કેસરિયો ધારણ કરશે.

આ પણ વાંચો- Politics in Rajkot Khodaldham : નરેશ પટેલને લઇ ઉભર્યો જૂથવાદ, ટીલાળાના નિવેદન મુદ્દે હવે સામે આવી જુદી જ વાત

પાટીદારોનો સરવે કંઈક અલગ જ કહે છે - તો આ તરફ પાટીદારોના સરવે મુજબ નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઈએ, પરંતુ નરેશ પટેલ જાણે રાજકારણમાં (Naresh Patel to join Politics) આવીને જ ઝંપીશની હઠ પકડીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા જામનગરમાં ભાગવત કથામાં નરેશ પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને જામનગરના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે એક જ સ્ટેજ પર દેખાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.