- મેં મારા વૉર્ડમાંથી રાજ્યના મુખ્યપ્રધાન આપ્યાં
- વૉર્ડ નંબર 10 એટલે શહેરના પૂર્વ મેયર બીનાબેન આચાર્યનો વૉર્ડ
- આ વૉર્ડમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક કોર્પોરેટર
રાજકોટઃ શહેર સૌરાષ્ટ્રના પાટનગર, પોલિટિકલ એ.પી. સેન્ટર સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમ ટાઉન હોવાથી રાજ્યથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધી રાજકીય રીતે પણ વધુ મજબૂતી અને ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. વૉર્ડ નંબર 10 જે પૂર્વ મેયર બીનાબેન આચાર્ય અને વિધાનસભા 69 કે જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વિસ્તાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ગઢ હોવાથી મારા આ વૉર્ડને VVIP માનવામાં આવે છે. જેથી સૌ કોઈની નજર આ વૉર્ડ પર રહે છે.
વૉર્ડ નંબર 10માં કુલ 53,813 મતદારો
વૉર્ડ નંબર 10માં ગત ટર્મમાં ત્રણ કોર્પોરેટર ભાજપના હતા, જ્યારે 1 કોંગ્રેસના કોર્પોરેટર હતા. જેમાં ભાજપમાંથી બીનાબેન આચાર્ય જે પૂર્વ મેયર, જ્યોત્સનાબેન ટીલારા, અશ્વિન ભોરણીયા અને કોંગ્રેસમાંથી મનસુખ કાલરીયા ચૂંટાયા હતા. જ્યારે વૉર્ડ નંબર 10માં કુલ 53,813 મતદારો નોંધાયેલા છે. જેમાં 27,163 પુરુષ જ્યારે 26,649 મહિલા મતદારો છે.
વૉર્ડની મુખ્ય સમસ્યા
વૉર્ડ નંબર 10ની મુખ્ય સમસ્યામાં વિસ્તારમાં રોડ-રસ્તાની બિસમાર હાલત, દૂષિત પાણી વિતરણ અને ઓછા ફોર્સથી પાણી વિતરણ, ગંદકીમાં ગંજ તેમજ સફાઈનો પણ અભાવ, આરોગ્યની સુવિધા માટે નથી આરોગ્ય કેન્દ્ર, સીસીટીવી કેમેરાથી જનતાને ફટકારાતા ખોટા મેમો, સ્થાનિક પ્રશ્નોનું નથી કરાતો ઉકેલ સહિતની સમસ્યાઓ જોવા મળે છે. જેને લઈને સ્થાનિકો ત્રસ્ત છે.