- ઇઝરાઇલમાં નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું
- ગુજરાતી સમાજ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન
- ઇઝરાઇલમાં 7 હજારથી વધુ ગુજરાતીઓ વસે છે
રાજકોટઃ 'જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત', ગુજરાતીઓ દુનિયાના જે પણ ખૂણામાં રહે ત્યાં પોતાની સંસ્કૃતિ જીવંત કરી દેતા હોય છે. તહેવારો, ખાણી-પીણી અને ગરબા દ્વારા તેમનું ગુજરાતીપણું હંમેશા ગર્વભેર છલકાવતા હોય છે. નવરાત્રીના તહેવાર (Navratri Festival)ને લઈને દેશમાં ઠેરઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા નોરતે ઇઝરાઇલમાં વસતા ગુજરાતી (Gujarati In Israel) સમાજ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશ-વિદેશના લોકોએ માણી ગરબાની મજા
ઇઝરાઇલના નતાનિયા શહેરમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતીઓ સહિત દેશ-વિદેશના લોકોએ ગરબાની મજા માણી હતી. વિદેશીઓ પણ ગુજરાતી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ઇઝરાઇલમાં 30 હજાર કરતા વધુ ભારતીયો અને 7 હજાર કરતાં વધુ ગુજરાતી પરિવાર વસે છે. તેમના માટે નોરતાના છેલ્લા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા નોરતે ભવ્ય ગરબાનું કરવામાં આવ્યું આયોજન
ઇઝરાઇલમાં 7 હજાર કરતાં વધુ ગુજરાતી પરિવાર વસે છે. ત્યારે દર વર્ષે નવરાત્રી દરમિયાન ઇઝરાઇલના અલગ-અલગ શહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. એવામાં આ વર્ષે ઇઝરાઇલના નતાનિયા શહેરમાં નવરાત્રીના છેલ્લા નોરતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલમાં 30 હજાર કરતાં વધુ ભારતીયો અલગ-અલગ જગ્યાએ નોકરી કરે છે અને ત્યાં વસે છે. ત્યારે વિદેશોમાં પણ ભારતીય અને ગુજરાતી પરંપરા જળવાય તે માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરીજનોએ કોરોનાની વેક્સિનના 3 ડોઝ લીધા
કોરોના મહામારી હજુ પણ સંપૂર્ણ રીતે ગઈ નથી, ત્યારે ઇઝરાઇલમાં કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે કોરોનાની વેક્સિનના 3-3 ડોઝ શહેરીજનોને આપવામાં આવી રહ્યા છે. વેક્સિનના 3 ડોઝ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ મળી રહે તે માટે આપવામાં આવે છે. આવામાં નવરાત્રીને લઈને ગુજરાતી સમાજ દ્વારા ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇઝરાઇલમાં કોરોના કેસ નહિવત હોવાના કારણે સરકાર દ્વારા કોઈ નીતિ-નિયમ જાહેર કરવામાં આવ્યા નથી. આવામાં નવરાત્રીનું આયોજન કરવામાં આવતા ત્યાં વસતા ગુજરાતી પરિવાર અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: last day of navratri: ગિરનાર તળેટીના ભારતી આશ્રમમાં બાલિકા પૂજન સાથે કરાયું નવરાત્રીનું સમાપન
આ પણ વાંચો: વાપીમાં આઠમા નોરતે મહા આરતી સાથે ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ