- રાજકોટમાં સરકારી શાળા જર્જરીત હાલતમાં
- શાળા જુના ટોકન સિસ્ટમ મુજબ ભાડે
- જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા મોકલવામાં આવી નોટીસ
રાજકોટ: જિલ્લાના આનંદનગર ચોક નજીક આવેલી સરકારી શાળા નંબર 35ની ETV Bharat દ્વારા મુલાકાત1 લેવામાં આવી હતી. આ શાળા અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી હતી. અહીં 1થી 5 ધોરણ સુધનો અભ્યાસ બાળકોને કરાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હાલ ઓફલાઇન શિક્ષણ બંધ હોય માત્ર શાળાએ શિક્ષકો જ આવતા હોય છે. હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શાળા અંદાજીત વર્ષ 19864થી શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ શરૂ છે. જ્યારે બે માળની શાળામાં માત્ર નીચેના માળમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરના માળ બંધ હાલતમાં જોવા મળ્યો હતો
શાળા જુના ટોકન સિસ્ટમ મુજબ ભાડે
ETV Bharat દ્વારા આ શાળાની મુલાકાત દરમિયાન આચાર્ય સાથે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે આ શાળા વર્ષ 1964ની સાલમા શરૂ કરવામાં આવી હતી. જે હાલ પણ શરૂ છે. શાળા હજુ પણ જુના ટોકન ભાડા મુજબ શરૂ છે. જ્યારે હાલ ઓફલાઇન શિક્ષણ શરૂ નથી એટલે વિદ્યાર્થીઓ અહીં આવતા નથી પરંતુ જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થશે ત્યારે અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આ શાળામાં અગાઉ ચોમાસા દરમિયાન પાણી પડવાની સમસ્યા હતી પરંતુ તેનું હાલ નિવારણ થઈ ગયું છે. હવે કોઈ મોટી સમસ્યા નથી.
આ પણ વાંચો : પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા વડોદરાની 40 શાળાઓ ઓક્સિજન પર મુકાઈ
ભાડે શાળા હોય તેનું રીનોવેશન કરવું મુશ્કેલ
શાળા જર્જરિત હાલતમાં હોય ત્યારે આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ શાળા હજુ પણ જુના ભાડા મુજબ શરૂ છે. ત્યારે શાળાનું બિલ્ડીંગ ખાનગી હોવાના કારણે આ બિલ્ડીંગને રીનોવેશન કરવું ખુબ જ મુશ્કેલ છે પરંતુ આ અંગે અમે અમારા અધિકારીઓને વાત કરી છે. જ્યારે શાળામાં વિદ્યાર્થીઓની હિત જોખમાય નહિ તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે એટલે હાલ ચિંતાનો વિષય નથી પરંતુ વહેલાસર આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : મહેસાણાની કેટલીક પ્રાથમિક શાળાઓ જર્જરિત, શિક્ષણ વિભાગનું ભેદી મૌન
ભયજનક શાળાઓના વર્ગ અન્ય સ્થળે ખસેડવામાં આવશે
રાજકોટ જિલ્લાઓની શાળાઓ જર્જરિત હાલતમાં હોવાના મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ બી.એસ કૈલાએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસાની ઋતુ અગાઉ અમે જે તે જર્જરિત શાળાઓને નોટિસ પાઠવા હોઈએ છીએ અને આ પ્રકારના વર્ગ ખંડ અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હોય છે. તેમજ વિદ્યાર્થીઓને પણ મોકડ્રિલ વડે કેવી રીતે જોખમી પરિસ્થિતિ દરમિયાન રહેવું તે દેખાડતા હોઈએ છીએ પરંતુ હાલ શાળાઓ હાલ ઓનલાઈન શરૂ હોય અમે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકતા નથી પરંતુ અમે શાળાઓને પ્રિમોન્સૂનની કામગીરી દર વર્ષે કરવા અંગેની સૂચનાઓ પણ આપતા હોઈએ છીએ.