ETV Bharat / city

ગોંડલ સ્ટેશન વિસ્તારમાં ચોરોનો આતંક, રાત્રીના સમયે તસ્કરો 2 ગાડી ચોરી થયા રફુચક્કર - ગોંડલ ન્યુઝ

ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રીના સમયે ગાડીમાં આવેલા તસ્કરોએ 2 ગાડીઓની ચોરી કરી રફુચક્કર થયાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ગોંડલ સ્ટેશન વિસ્તારમાં ચોરોનો આતંક
ગોંડલ સ્ટેશન વિસ્તારમાં ચોરોનો આતંક
author img

By

Published : Feb 5, 2021, 12:21 PM IST

  • ગોંડલમાં ચોરોનો આતંક
  • એક જ રાતમાં 2 ગાડીઓની ચોરી કરતા તસ્કરો
  • રાત્રીના સમયે 2 ગાડીઓની ચોરી થતાં પોલીસે નોંધી ફરિયાદ

ગોંડલઃ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં તસ્કરોઓનો આતંક જોવા મળ્યો છે. રાત્રીના સમયે તસ્કરોએ 2 ગાડીઓની ચોરી કરી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.

ગાડીમાં આવેલા તસ્કરોએ 2 ગાડીઓની કરી ચોરી

સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા ઋષિભાઇ તરુણભાઇ રાજગુરુએ તેમના ઘર પાસે પાર્ક કરેલી 7 લાખ રૂપિયાની ગાડી તેમજ રેલ્વેના પાટા પાસે પાર્ક કરેલી જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની 7 લાખ રૂપિયાની ગાડી અજણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસે નોંધી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 2 ગાડીઓની ચોરી કરી રહેલા ચોરોને CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે ચોરી કરવા આવેલા ચોર ગાડીમાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.