- ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તુટવાને કારણે બંધ તૂટ્યો
- ગુજરાતના 50થી વધુ પ્રવાસીઓ ફસાયા
- તમામ પ્રવાસીઓ સુરક્ષિત
રાજકોટઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તુટવાને કારણે બંધ તૂટ્યો છે. ત્યારે ગુજરાતથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. રાજકોટની કૃષ્ણા ગોહેલે આ ઘટનાને નજરે નિહાળી હતી. કૃષ્ણા ગોહેલે જણાવ્યું હતું કે, મેં મારી નજર સમક્ષ 100 થી 150ના મોત જોયા છે. હાલ એરફોર્સ સહિતની તમામ એજન્સી બચાવ રાહતમાં યુદ્ધના ધોરણે જોડાઈ છે.
વાયુદળના એમઆઇ-17 અને ધ્રુવ સહિત 3 હેલિકોપ્ટર બચાવ રાહત માટે મોકલવામાં આવ્યાં
ઉત્તરાખંડમાં ઋષિ ગંગામાં ડેમ તૂટવાની ઘટના સમયે 50 ગુજરાતીઓએ તે વિસ્તારમાં ફસાયા હતા. જોકે હાલ તમામ 50 ગુજરાતી લોકો સુરક્ષિત છે. તેઓનો સામાન હરિદ્વારમાં ફસાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના 50 લોકો ફસાયા હોવાની વાત સામે આવી હતી. વાયુદળના એમઆઇ-17 અને ધ્રુવ સહિત 3 હેલિકોપ્ટર બચાવ રાહત માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ, અર્ધ લશ્કરી દળો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, એર ફોર્સ સહિત તમામ ફોર્સ રાહત બચાવની કામગીરીમાં લાગી ગયા છે. ચમોલી જિલ્લાના તપોવન ખાતેના આ ગ્લેશિયરની દુર્ઘટનાને લઈ કોઈ પણ પ્રકારના પૂરના જુના વિડીયો ફેલાવી ભય નહિ ફેલાવવા ઉંતરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે અપીલ કરી છે. જોકે, હાલ અલકનંદાનું પાણી ઘટવા લાગ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહ આ ઘટનનાને લઈ સતત સંપર્કમાં છે.