રાજકોટના નાનામૌવા રોડ પર રહેતા સાવન મકવાણા નામના ઇસમે વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવીને તેને વિશ્વાસમાં લઈને સોશિયલ મીડિયા મારફતે તેના અર્ધનગ્ન ફોટોસની માંગ કરી હતી. વિદ્યાર્થિનીએ પોતાના ફોટા યુવકને મોકલ્યા હતા. ત્યારબાદ યુવકે વિદ્યાર્થીની સાથે તેના અર્ધનગ્ન ફોટોસ વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. યુવકે વિદ્યાર્થિનીના અર્ધનગ્ન ફોટા પોતાના મિત્ર સોહિલ હમીફ સહમદારને મોકલ્યાં હતા. સોહિલ નામના ઇસમે પણ વિદ્યાર્થિનીનો કોન્ટેક્ટ કરી તેના અર્ધનગ્ન ફોટો વાઈરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને વિદ્યાર્થિનીને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરનાર ત્રણેય ઇસમોમાંથી બેને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે સોહિલ નામનો આરોપી ફરાર છે. રાજકોટમાં વિદ્યાર્થિની સાથે ત્રણ ત્રણ ઈસમો દ્વારા દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.