- રાજકોટ જિલ્લા બેન્કની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
- રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા
- ખેડૂત લક્ષી 6 યોજનાઓ કરાઈ જાહેર
રાજકોટઃ કોરોના મહામારી વચ્ચે રાજકોટ જિલ્લા બેન્કની રવિવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. શહેરના રૈયારોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયલમાં બેન્કનાં ચેરમેન અને રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ પ્રધાને ખેડૂત લક્ષી 6 યોજનાઓ જાહેર કરી હતી. રાજકોટ અને મોરબી જિલ્લાના 8 સ્થળોએ વર્ચ્યુઅલ સાધારણ સભા મળી હતી.
- કેબિનેટ પ્રધાન અને બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ 6 સ્કીમો કરી લોન્ચ
- રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદ્ત માટે નવી રોકડ શાખા યોજના
- ખેત ઓજાર જાળવણી યોજનામાં 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ
- મધ્યમ મુદત ધિરાણ લેનારા ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, જિલ્લામાં ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત 12 કરોડ
- ખેતીવિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂપિયા 1 લાખની નવી રોકડ શાખા યોજના અમલમાં મૂકી
- રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતી વિષયક મંડળીઓને આર્થિક મજબૂત કરવા 2500 કરોડના કે.સી.સી ધીરણમાં માર્જિન 1 ટકાથી વધારી 1.25 ટકા કરવાની જાહેરાત, મંડળીઓને અંદાજીત 12.50 કરોડનો લાભ
- વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના કરાઈ જાહેર, સભાસદોને કિડની, કેન્સર, પથરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે 12 હજાર મેડિકલ સહાય અપાશે