ETV Bharat / city

Gaumata Poshan Yojana: સરકાર પાંજરાપોળના સમારકામ માટે પણ અલગ ગ્રાન્ટ ફાળવે, રાજકોટ માલધારી સમાજની માગ

author img

By

Published : Mar 5, 2022, 10:54 AM IST

રાજકોટમાં માલધારી સમાજે સરકારે જાહેર કરેલી યોજના (Rajkot Maldhari Samaj on government scheme) અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે માગ કરી હતી કે, સરકારે પાંજરાપોળની હાલતને જોતા (Gaumata Poshan Yojana) તેના સમારકામ માટે પણ અલગ નાણાની ફાળવણી કરે.

Gaumata Poshan Yojana: સરકાર પાંજરાપોળના સમારકામ માટે પણ અલગ ગ્રાન્ટ ફાળવે, રાજકોટ માલધારી સમાજની માગ
Gaumata Poshan Yojana: સરકાર પાંજરાપોળના સમારકામ માટે પણ અલગ ગ્રાન્ટ ફાળવે, રાજકોટ માલધારી સમાજની માગ

રાજકોટ: રાજ્ય સરકારે ગુજરાત બજેટમાં (Gujarat Budget 2022) ગૌશાળા અને પાંજરાપોળ માટે જાહેરાત કરી હતી. સરકારે પાંજરાપોળમાં પશુઓના નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી. ત્યારે આ અંગે રાજકોટમાં માલધારી સમાજના અગ્રણી રણજિત મૂંધવાએ જણાવ્યું હતું કે, સરકાર હાલ જે પાંજરાપોળની હાલત છે. તે જુએ અને તેના સમારકામ માટે અલગ નાણાની ફાળવણી (Rajkot Maldhari Samaj Demand) કરે.

સરકાર પાંજરાપોળના સમારકામ માટે પણ અલગ ગ્રાન્ટ ફાળવે

આ પણ વાંચો- Gaumata Poshan Yojana Gujarat: કોરોનાકાળમાં દયનીય બની સુરત પાંજરાપોળની સ્થિતિ, ગૌમાતા પોષણ યોજનાથી થશે રાહત

ગયા વર્ષે પણ સરકારે જોગવાઈ કરી, ફાળવણી નહીં

રાજ્ય સરકારે પાંજરાપોળ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ મામલે રાજકોટ ગૌરક્ષક અને માલધારી સમાજના અગ્રણી (Rajkot Maldhari Samaj on government scheme) રણજિત મૂંધવાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ સરકાર દ્વારા પાંજરાપોળ માટે બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ ફાળવણી માત્ર કાગળ પર રહેતી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આપણે જોઈએ છીએ. પાંજરાપોળની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. જ્યારે સૌ પ્રથમ સરકારે પાંજરાપોળના સમારકામ (Demand for Panjrapol Renovation) માટે ગ્રાન્ટની ફાળવણી કરવી (Rajkot Maldhari Samaj Demand) જોઈએ.

આ પણ વાંચો- Gaumata Poshan Yojana: યોજના તો બને છે એક પણ રૂપિયો નથી મળતો, જૂનાગઢના ગૌશાળા સંચાલકોનો આક્રોશ

ગાયનો દૈનિક નિભાવ ખર્ચ 300 રૂપિયા સુધીનો છે

માલધારી સમાજના અગ્રણીએ (Rajkot Maldhari Samaj on government scheme) વધુમાં જણાવ્યું હતું કે, ગાયનો દૈનિક નિભાવ ખર્ચ અત્યારે 250થી 300 રૂપિયા સુધીનો છે. જ્યારે સરકારે અગાઉ પણ જાહેરાત કરી હતી કે, પશુઓનો નિભાવ ખર્ચ સરકાર આપશે. જે આજ સુધી સરકારે ક્યાંય નિભાવ ખર્ચ આપ્યો હોય તેવું દેખાયું નથી. જ્યારે માત્ર સરકાર દ્વારા 2 રૂપિયા નિભાવ ખર્ચ આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. તેની સામે દરરોજ ગાયને 2 મણ નિણ અને 100 રૂપિયાનું ખોળ જરૂરી છે. તેની સામે આ બજેટલ કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણમાં ખૂબ જ ઓછી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.